GovernmentInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 10મી ઓક્ટોબરે જામનગરમાં કરશે સૌની યોજનાનું લોકાર્પણ

Prime Minister Narendra Modi will launch the scheme in Jamnagar on 10 Oct.

વડાપ્રધાન મોદી ૧૦મી ઓકટોબરે ગુજરાત મુલાકાત દરમિયાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરાશે. સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ દ્વારા કુલ- 314.69 કરોડના ખર્ચે 66 કિ.મી. લાંબી પાઇપલાઈન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પમ્પિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પમ્પિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી ભરાશે. 

આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો દ્વારા પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળશે. જ્યારે, સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7ના લોકાર્પણ થકી કુલ 729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઈપલાઈન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પમ્પિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવ ગુજરાત સમય

Show More

Related Articles

Back to top button
Close