GovernmentHousingNEWS

રિડેવલપમેન્ટના નિયમોમાં ફેરફારઃ સાંકડા રોડ પર હાઈ રાઈઝની મંજૂરી નહીં મળે, FSIમાં બિલ્ડર્સને મોટી છૂટછાટ

Change in redevelopment rules: No high rises allowed on narrow roads, big relaxation for builders in FSI

ગુજરાતમાં રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનો માટે સરકારે GDCRમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે પ્રમાણે નવ મીટરથી ઓછી પહોળાઈના રસ્તા પર રિડેવલપમેન્ટમાં હાઈ રાઈઝ ફ્લેટ બાંધવાની મંજૂરી નહીં મળે. આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં પહેલેથી જેટલા એપાર્ટમેન્ટ હશે તેટલા જ એપાર્ટમેન્ટ બાંધવાની મંજૂરી મળશે. કોઈ બિલ્ડર વધારાના એપાર્ટમેન્ટ પણ બનાવી શકશે નહીં. અન્ય કેટલાક મહત્ત્વના ફેરફાર પણ કરવામાં આવ્યા છે જેમ કે રિડેવલપમેન્ટમાં રોડ પર શાળા કે હોસ્પિટલનું બાંધકામ કરી શકાશે. નવ મીટરથી નાના રોડ પર હોસ્પિટલ કે શાળાનું મકાન હશે તો ત્યાં ફરીથી હોસ્પિટલ કે શાળા બનાવી શકાશે.

default



આઇકોનિક બિલ્ડિંગો માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે પ્રમાણે 30 માળથી વધારે ઉંચી બિલ્ડિંગની મંજૂરી માત્ર આર-1 અને આર-2 ઝોનમાં મળતી હતી, પરંતુ હવેથી ગામતળની જમીનમાં પણ ઊંચી બિલ્ડિંગ બનાવી શકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે 25 વર્ષ કરતા વધારે જૂની હોય તેવી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. ખુલ્લી જમીન પર જંત્રીના 40 ટકા દરે બિલ્ડર્સને બાંધકામ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. ચૂંટણીના વર્ષમાં ડેવલપર્સ માટે કામ સરળ કરવામાં આવ્યું હોય તેમ આ નવા નિયમો પરથી દેખાઈ આવે છે.

પાર્કિંગ માટે નિયમોમાં સુધારા
રિડેવલપમેન્ટમાં પાર્કિંગ માટે બેઝમેન્ટ રસ્તાથી 6 મીટર સુધીમાં મંજૂરી મળશે. એટલે કે 30 માળની બિલ્ડિંગના પાર્કિંગ માટે રસ્તાથી બેઝમેન્ટ 6 મીટર દૂર હશે તો પણ મંજૂરી આપવામાં આવશે. નવા નિયમ પ્રમાણે સુરતમાં હાઈ સ્પીડ કોરિડોરમાં 4.4ની FSI આપવામાં આવશે જ્યારે કામરેજ-પલસાણા એરિયામાં 4ની FSI આપવામાં આવશે.

સરકારે GDRCમાં ફેરફાર માટે નોટિફિકેશન આપીને મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના અમલની સત્તા આપી છે. નવા સુધારા પ્રમાણે બિલ્ડિંગમાં ફાયર અને કોમ્યુનિકેશન રૂમને FSIમાંથી બાકાત આપવામાં આવશે અને બેઝમેન્ટમાં ઈલેક્ટ્રિક રૂમને મંજૂરી આપવામાં આવશે. બિલ્ડિંગમાં પાર્કિંગ, લિફ્ટ અને સીડી વગેરેને પહેલેથી FSIમાંથી બાદ આપવામાં આવે છે. તેવી જ રીતે ફાયર એન્ડ કોમ્યુનિકેશન રૂમ 30 ચોરસ મીટરથી વધારે હોય તો તેને બાદ આપવામાં આવશે. બિલ્ડિંગના બેઝમેન્ટમાં સ્ટોર્મ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે ઈલેક્ટ્રિક રૂમને પણ મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close