GovernmentNEWS

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન, અમદાવાદમાં કેટલાક રસ્તા પર ટ્રાફિકને પ્રતિબંધ

During PM Modi's Gujarat visit, traffic restricted on some roads in Ahmedabad.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત પ્રવાસને લઈને તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. તા. 29 અને 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં ત્રણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપવાના છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટેરા તેમજ વસ્ત્રાપુરના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની સામે વૈકલ્પિક રુટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓ કઈ કઈ જગ્યાએ છે તે જાણવા પોલીસ ડ્રોન વડે નજર રાખશે. કાર્યક્રમમાં હાજર રહેનાર લોકો માટે નજીકમાં 37 જેટલા પાર્કિંગ પ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં પોલીસ, આરટીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ તૈનાત રહેશે.

વડપ્રધાન મોદી આગામી 29 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાથી બપોરના 12 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ટી સુધીનો માર્ગ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં પણ પીએમ હાજર રહેવાના છે. ત્યારે સાંજના 5 વાગ્યાથી અંધજન ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માર્ગ પર વાહનોને પ્રતિબંધિત કરાયાં છે. શુક્રવારે સવારે વસ્ત્રાપુરમાં આવેલા ટીવી ગ્રાઉન્ડ ખાતે સવારના 8 વાગ્યે જાહેરસભા હોવાથી સુરધારા સર્કલથી એનએફડી સર્કલ સુધીના રસ્તા પર, થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ સુધીનો રસ્તા પર, ગુરુદ્વારા ચાર રસ્તાથી સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ પર વાહનો પર પ્રતિબંધ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ

Show More

Related Articles

Back to top button
Close