વૈશ્વિક સ્તરે છેલ્લા બે વર્ષથી અનેક આપત્તિઓ સર્જાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સ્લોડાઉન, મોંધવારી-આર્થિક સંકટ તેમજ વ્યાજદરમાં થઇ રહેલા વધારા વચ્ચે પણ હાઉસિંગ સેક્ટરની માગમાં વૃદ્ધિના કારણે હોમલોનની માગ ઝડપભેર વધી રહી છે. કોરોના મહામારીની સીધી અસર હાઉસિંગ સેક્ટર પર જોવા મળી છે.
એસબીઆઇના એક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2018-19 થી 2021-22 વચ્ચે દેશમાં હોમ લોનની વાર્ષિક સરેરાશ વૃદ્ધિ 11% હતી. પરંતુ તે જ વર્ષોમાં ટાયર-3 અને ટિયર-4 શહેરોમાં હોમ લોનની વાર્ષિક વૃદ્ધિ 12-13% જોવા મળી હતી. જેનો અર્થ એ છે કે નાના શહેરોમાં મકાનો ઊંચા દરે વેચાય રહ્યાં છે સાથે લોનની માગ વધી રહી છે.
અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં દિલ્હી, મુંબઈ અને ભોપાલ, ઈન્દોર, ચંદીગઢ જેવા ટિયર-2 શહેરોની સરખામણીમાં ટિયર-3 અને ટિયર-4 શહેરોમાં સરેરાશ લોનનું કદ ઝડપભેર વધ્યું છે. અલીગઢ, બરોડા, મદુરાઈ જેવા શહેરો ટિયર-3 કેટેગરીમાં આવે છે અને બાકીના નાના શહેરો ટિયર-4 કેટેગરીમાં આવે છે. એસબીઆઇ અનુસાર ઘરેથી કામ કરવાના વધતા ટ્રેન્ડને કારણે ખાસ કરીને કોવિડ સમયગાળામાં નાના શહેરોમાં લોન લઈને વધુ મકાનો ખરીદવામાં આવ્યા હતા.
પુરુષો કરતાં મહિલાઓ લોન લેવામાં અગ્રેસર
ટોપ-20 ટીયર-4 શહેરોમાં લગભગ અડધી હોમ લોન મહિલાઓ દ્વારા લેવામાં આવી હતી.કેટલાક શહેરોમાં ત્રણ ચતુર્થાંશથી વધુ લોન મહિલાઓ દ્વારા લેવામાં આવી હતી. ઉદાહરણ તરીકે 86% નવી હોમ લોન ગુજરાતના ડાંગમાં અને 75% બિહારના અરવલ જિલ્લામાં મહિલાઓ દ્વારા લેવામાં આવી હતી. તેનું એક કારણ મહિલાઓ માટે હોમ લોન પર 0.10% ની રાષ્ટ્રીય સબસિડીની અસર જોવા મળી છે.
ઘરમાં જ ડિજિટલ ફિસનું રહ્યો ટ્રેન્ડ
ઘરેથી કામ કરવાથી પરિવારની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. લોકોને લાંબા સમય સુધી ઘરેથી કામ કરવું પડતું હોવાથી, તેમાંથી કેટલાકે ઘરે જ ડિજિટલ ‘ફિસ’ બનાવી હતી. આ ટ્રેન્ડ ટિયર-3 અને ટિયર-4 શહેરોમાં વધુ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોને પોતાના ઘરની જરૂરિયાત અનુભવાઈ.
મકાનોની માંગ અને ભાવ પણ વધ્યા
ચાર વર્ષમાં ટિયર-3 અને ટીયર-4 શહેરોમાં મકાનોની માંગ અને કિંમતમાં પણ વધારો થયો છે – મિડ-રેન્જના શહેરો કરતાં વધુ. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ઈન્દોર જેવા શહેરોની સરખામણીમાં રાયપુર, સુરત, જયપુર અને લખનવમાં રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય-ભાસ્કર
10 Comments