લાલ ઈંટ પરથી 12% GST હટાવો, ઈંટ ઉત્પાદકોની ઉગ્ર માંગ
Remove 12% GST from red brick, demand of brick manufacturers
રાજ્યભરમાં ઈંટના ઉત્પાદનમાં 90 ટકા જોડાયેલા પ્રજાપતિ સમાજે, રાજ્ય સરકાર માંગ કરતાં જણાવ્યું છે કે, ઈંટ પરથી 12 ટકા જીએસટી દૂર કરીને રાજ્યના ગતિશીલ વિકાસને ગતિમાન બનાવે. અહીં કેટલાક ઈંટ ઉત્પાદકો અને ગુજરાત પ્રજાપતિના સમાજના આગેવાનોએ પોતાનાં મંતવ્યાં રજૂ કર્યા છે.
ગુજરાત સરકારના ગુજરાત માટી કામ કલાકારી બોર્ડના પૂર્વ ડાયરેક્ટર મુકેશ પ્રજાપતિએ જણાવ્યું છે કે, ઈંટ ઉદ્યોગ રાજ્યમાં મોટીસંખ્યામાં રોજગાર આપનાર વ્યવસાય છે. જેથી, રાજ્ય સરકાર 5ટકા જીએસટી યથાવત્ રાખે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વ્યવસાય સિઝનલ છે જેથી, ઘણીવાર વરસાદમાં મોટું નુકસાન થતું હોય છે, તેના પર પણ રાજ્ય સરકાર ધ્યાન કેન્દ્રિત કરે. જો રાજ્ય સરકાર દ્વારા આ અંગે યોગ્ય સમયે પગલાં લેવામાં નહી આવે તો આવનારા સમયમાં પ્રજાપતિ સમાજ ઉપવાસ આંદોલન કરી શકે છે.
ગુજરાત સરકારના પાણી-પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ અનિલ પ્રજાપતિએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે લાલ ઈંટ પર જીએસટી માફ કરીને ગુજરાતના બાંધકામ સેક્ટરને વેગ આપે. 12 ટકા જીએસટી લાદવાથી નાના ઈંટ ઉત્પાદકો પર ભારે માર પડશે. જેથી,સત્વરે રાજ્ય સરકારે ઈંટ પરથી 12 ટકાનો જીએસટી દૂર કરીને રાજ્યમાં ઈંટ ઉત્પાદન વ્યવસાયને વેગ આપે.
અમદાવાદના ઈંટ ઉત્પાદક દીપક દલવાડી જણાવે છે કે, ઈંટના ઉદ્યોગથી મોટીસંખ્યામાં પરપ્રાંતિય મંજૂરોને રોજગારી મળે છે. જેથી, રાજ્ય સરકારે 12 ટકા જીએસટીમાંથી લાલ ઈંટને મુક્તિ આપીને ઈંટ ઉત્પાદનના વિકાસને ગતિશીલ બનાવે. આ વ્યવસાય એક સિઝનેબલ છે. જેથી ચોમાસામાં ભારે નુકસાન પણ થતું હોય છે, તેવા સમયમાં પણ સરકારે સહાય કરવી જરુરી છે. આ મુદ્દે સરકાર સત્વરે પગલાં નહિં લે તો, જરુર જણાશે તો ઉપવાસ આંદોલન થઈ શકે છે.
નિતીન પ્રજાપતિ, ઈંટ ઉત્પાદક, અમદાવાદ
ગાંધીનગર નજીક આવેલા દેહગામમાં ઈંટનું ઉત્પાદન કરનાર નિતીન પ્રજાપતિ જણાવે છે કે, લાલ ઈંટ પર 12 ટકા જીએસટી લાદવાથી, ઈંટ મોંઘી થશે પરિણામે, ઈંટનો ભાવ પણ વધશે. પરિણામે, સમય જતાં ઈંટ ઉત્પાદનનો વ્યવસાય બંધ કરવાનો વારો આવશે. જેથી, સરકારે 5 ટકા જીએસટી યથાવત રાખે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, હાલ ઈંટનું ઉત્પાદન કરવું ખૂબ જ અગરુ બની ગયું છે. કારણ કે, કોલસો, ફોતરી સહિત લાકડું મોંઘુ બની ગયું છે.
નોંધનીય છે કે, 20 હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટના ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી 5 ટકાથી વધારી 12 ટકા કરી દેવાતા ગુજરાત સહિત દેશભરમાં ઈંટ ઉત્પાદકો કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની સાથે જીએસટી ઘટાડવા સહિત અન્ય માગણીઓ સાથે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.
જો સરકાર દ્વારા આ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઓક્ટોબરથી શરૂ થતી સિઝનમાં ઈંટોનું ઉત્પાદન નહીં કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
12 Comments