Big StoryCivil EngineeringCivil TechnologyConstructionDevelopersHousingInfrastructureNEWSPROJECTSResidential

અમદાવાદમાં SG Road પર બનશે 42 માળની ગગનચુંબી બિલ્ડિંગ: ગુજરાતમાં સૌથી ઉંચી ઇમારત હશે

42-storey skyscraper to be built on SG Road in Ahmedabad: It will be the tallest building in Gujarat

ગુજરાતનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર અમદાવાદ હવે વર્ટિકલ ગ્રોથ પણ કરી રહ્યું છે. અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે 42 માળની (42 floor building in Ahmedabad) હશે. મહત્ત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી 41 માળની એક કોમર્શિયલ ઈમારતનું પ્લાનિંગ થયું છે. તેના કરતા આ બિલ્ડિંગ એક માળ વધારે ઉંચી હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 42 માળની ગગનચુંબી ઈમારતમાં 4 અને 5 BHKના એપાર્ટમેન્ટ હશે. તેનો પ્રોજેક્ટ કોસ્ટ લગભગ 250 કરોડનો રહેવાની શક્યતા છે. આ બિલ્ડિંગનું બાંધકામ ARK Infra દ્વારા કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે ડેવલપરે આ બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 42 માળને ડિઝાઈન કર્યા છે.

ARK Infraના ડિરેક્ટર અજય સોનીએ જણાવ્યું કે, “આ બિલ્ડિંગ 5500 ચોરસ વારના પ્લોટ પર બાંધવામાં આવશે અને તેનો ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) 5.4 હશે. અમે શહેરમાં સૌથી ઉંચી રેસિડેન્શિયલ બિલ્ડિંગનું નિર્માણ કરવાના છીએ જે 42 માળની હશે.” આ વિશે ડિઝાઇનિંગનું કામ હજુ ચાલુ હોવાથી તેમણે વધારે વિગત આપવાનો ઈનકાર કર્યો હતો.

માર્કેટના જાણકારોએ કહ્યું કે આવી બિલ્ડિંગ બાંધવામાં ઓછામાં ઓછા 250 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ બિલ્ડિંગમાં ત્રણ ફ્લોર સુધી ડેડિકેટેડ પાર્કિંગ સ્પેસ હશે અને 4-5 BHKના કુલ 65 યુનિટ હશે. અત્યાર સુધીમાં રાજ્યની સૌથી ઉંચી બિલ્ડિંગનું જે આયોજન થયું છે તે કોમર્શિયલ છે અને તેમાં 41 ફ્લોર હશે.

અમદાવાદમાં તાજેતરમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ (Premimum Apartments)ની માંગમાં જોરદાર તેજી આવી છે અને આ માટે નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઊંચી બિલ્ડિંગોમાં લોકોનો રસ વધ્યો છે અને 30 ફ્લોરથી વધારે ઉંચી હોય તેવી લગભગ એક ડઝન બિલ્ડિંગ બાંધવાના પ્લાન ચાલુ છે. જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (CGDCR) 2017 હેઠળ રાજ્ય સરકારે મુખ્ય શહેરોમાં ઉંચી અને આઈકોનિક બિલ્ડિંગ બાંધવા માટે ખાસ જોગવાઈ કરી છે. આવી ઉંચી બિલ્ડિંગોને પરમિશન આપવા માટે લોકલ ઓથોરિટીને સલાહ આપવા ઓગસ્ટ 2021માં એક સ્પેશિયલ ટેકનિકલ કમિટી (STC)ની રચના કરવામાં આવી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close