GovernmentGovtNEWSPROJECTS

PMની કચ્છ મુલાકાત પૂર્વે ભુજમાં કાર્યક્રમ સ્થળ પર CMએ તૈયારીઓની સમીક્ષા કરી

Ahead of PM's visit to Kutch, the CM reviewed the preparations at the event venue in Bhuj

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓના નિરીક્ષણ માટે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી, જે અંતર્ગત તેઓએ ભુજ ખાતે આકાર પામેલા અને વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનારા સ્મૃતિવન મેમોરિયલ તેમજ વડાપ્રધાનના કચ્છ યુનિવર્સિટીના ખાતેના કાર્યક્રમના સભામંડપની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરી બ્લોક, ચેકડેમ અને સન પોઇન્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે કામગીરીને અનુલક્ષીને વિવિધ એજન્સી તથા વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી પ્રકલ્પોની વિગતવાર માહિંતી મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મુખ્યમંત્રીએ સ્મૃતિવન મેમોરિયલ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી સભાસ્થળ ખાતે મંડપ વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા સહિતની ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યાં હતા. મુખ્યમંત્રીએ કાર્યના વ્યવસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને સુચારુ આયોજન માટે તાકીદ કરી હતી.

PM અમદાવાદ અને ભુજની મુલાકાત લેશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.27 અને 28 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન તા.27 ઓગસ્ટે, 2022 શનિવારે અંદાજે સાંજે 5.10 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે ત્યાર બાદ સાંજે 7.30 કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે. તા. 28 ઓગસ્ટે 2022 રવિવારે સવારે 10 કલાકે કચ્છના ભૂજ ખાતે નિર્માણ કરાયેલા સ્મૃતિ વન મેમોરિયલની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. આ મુલાકાત બાદ વડાપ્રધાન સવારે 11:30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભૂજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે 12.00 કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ વડાપ્રધાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે 5.00 કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના 40 વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને અંદાજે સાંજે 6.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close