Civil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ભુજમાં 90 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’

A 'Regional Science Center' was built in Bhuj at a cost of 90 crore rupees

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટના રોજ ભૂજ ખાતે નવનિર્મિત અદ્યતન રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે આ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. 10 એકરમાં બનેલા આ સેન્ટરના નિર્માણ પાછળ 90 કરડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં વિજ્ઞાનના શિક્ષકો, વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ટેકનિશિયનો, દિવ્યાંગો, ગૃહિણીઓ તથા અન્ય લોકો માટે વિજ્ઞાન, ટેકનોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

science center bhuj2

આ સાયન્સ સેન્ટરની ખાસિયત એ છે કે તેમાં કચ્છ ભુજની ભૌગોલિક પરીસ્થિતિને આધારે છ પ્રકારની વિવિધ થીમ આધારિત ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં સ્પેસ સાયન્સ ગેલેરી, મરિન નેવિગેશન, એનર્જી સાયન્સ, નેનો ટેક્નોલોજી, બોન્સાઈ અને ફિલ્ડ્સ મેડલ સામેલ છે. સેન્ટરમાં આ ગેલેરીઓ ઉપરાંત લોકોના મનોરંજન માટે સબમરીન સિમ્યુલેટર, મરિન નેવિગેશન સિમ્યુલેટર, 3D થીએટર, સોલાર ટ્રી, ફીબોનાચી સિદ્ધાંત આધારિત સ્કલ્પ્ચર, બાળકોને રમવા માટે નેનોટનલ, પી.એસ.એલ.વી. રોકેટ મોડેલ, બોન્સાઇ ગાર્ડન અને વર્કશોપ જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

science center bhuj3

ભુજના આ સાયન્સ સેન્ટરમાં એક વિશિષ્ટતા ધરાવતી ગેલેરી બનાવવામાં આવી છે જેમાં ગણિતના ક્ષેત્રે આગવું યોગદાન આપનારા યુવા ગણિતજ્ઞો કે જેઓને ફિલ્ડ્સ મેડલ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે તથા ભારતના એવા ગણિતજ્ઞો જેમણે ગણિતના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપેલ છે તેમને સમર્પિત કરવામાં આવી છે.

આ ઉપરાંત સાયન્સ સેન્ટર ક્લીન એનર્જી એફિસિયન્ટ બને અને સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરી તેનો ઉપયોગ કરવા માટે કેન્દ્રની મુલાકાતે આવનાર લોકોને પ્રેરણા મળી શકે તે માટે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવશે. ભુજનું રિજિયોનલ સાયન્સ સેન્ટર સમગ્ર કચ્છ જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત ઈનોવેશનનું કેન્દ્ર બનશે. સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close