ConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

જામનગર તાલુકામાં 1.88 કરોડના ખર્ચે માર્ગોનું નવનિર્માણ કરાશે

Roads will be renovated at a cost of 1.88 crores in Jamnagar taluka

જામનગર તાલુકાના વિજરખી, મિયાત્રા અને નાના થાવરિયા ગામોને જોડતા રસ્તા પર 7 મીટરનો સ્લેબ દ્રેઈન અને માઈનોર બ્રીજનું ખાતમુહર્ત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.86 લાખના ખર્ચે સ્લેબ ડ્રેઈન અને 4 ગાળાનો માઇનોર બ્રિજનું વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે.

તદઉપરાંત કૃષિમંત્રીના હસ્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સપડા ગણપતિ મંદિર ખાતે સ્ટેટ હાઇવેને જોડતા રસ્તા અને મંદિર સુધીના પાકા રસ્તાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. સપડા ગામના આ 1.8 કિમી રસ્તાના રૂ.1 કરોડથી પણ વધુના ખર્ચે માટી કામ, નાળા પુલિયા સમારકામ અને ડામરકામ હાથ ધરવામાં આવશે.

મિયાત્રા ગામમાં ચોમાસાની ઋતુમાં પાણી વારંવાર ભરાઈ જવાની સમસ્યા હતી. આ નવો રસ્તો બનવાથી આજુબાજુના વિજરખી, નાના થાવરિયા ગામોના લોકોને ચોમાસામાં અવર જવર કરવામાં પડતી મુશ્કેલીઓથી રાહત મળશે. સુપ્રસિદ્ધ સપડા ગણપતિદાદા તીર્થધામમાં અનેક દર્શનાર્થીઓ મુલાકાત લેતા હોય છે. સ્ટેટ હાઇવે સાથે પાકો રસ્તો જોડાવાથી લોકોને કોઇપણ સમસ્યા નડશે નહિ. આ રસ્તા બનવાથી સુવિધામાં વધારો થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close