Civil EngineeringCivil TechnologyConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

દુનિયામાં સૌથી ઉંચાઇ પર આવેલો રેલવે બ્રીજ, 28 હજાર કરોડ રુપિયામાં થયો છે તૈયાર

The highest railway bridge in the world has been completed at a cost of 28 thousand crore rupees

ભારતવાસીઓ સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થતા અમૃત મહોત્સવ ઉજવી રહયા છે. 15 મી ઓગસ્ટને ગણતરીના કલાકો જ બાકી રહયા છે  ત્યારે દેશને દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રીજની ભેટ મળી છે. દુનિયામાં સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રીજનો શુભારંભ થયો છે. આ બ્રીજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરને દેશના બાકીના ભાગો સાથે જોડવામાં ખૂબજ મહત્વનો સાબીત થશે એટલું જ નહી એન્જીનિયરિંગ અને ટેકનિકનું પણ ઉત્તમ ઉદાહરણ છે. 

આ પૂલ જમ્મુના કટરા અને કાશ્મીરના બનિહાલથી 111 કિમી લાંબા દુગર્મ રસ્તાને જોડવાનું કામ કરશે. આ પૂલ ઉધમપુર-શ્રીનગર –બારામૂલા રેલ લિંક પ્રોજેકટનો એક ભાગ છે. આ પૂલની નદીથી 359 મિટર ઉચાઇ છે. પુલની કુલ લંબાઇ 1315 મીટર છે જયારે મેન આર્ક સ્પેન 467 મીટરનો છે. આ બ્રોડગેજ લાઇનનો સૌથી લાંબો આર્ક સ્પેન છે.

ચિનાબ નદી પર હોવાથી તેને ચિનાબ રેલવે બ્રીજ તરીકે ઓળખવામાં આવશે.આ બ્રીજ ફ્રાંસના પેરિસ સ્થિત દુનિયાની અજાયબી ગણાતા એફિલ ટાવર કરતા 35 મીટર વધારે ઉંચો છે.આ બ્રીજને શકિતશાળી ભૂકંપના આંચકાની પણ અસર થતી નથી. જમ્મુ કાશ્મીર સરહદી રાજય હોવાથી સંરક્ષણની દ્વષ્ટીએ પણ આ બ્રીજ અત્યંત મહત્વનો છે. સૈનિકોની ટુકડીઓ અને શસ્ત્ર સરંજામ સરળતાથી પસાર થઇ શકે છે. પૂલ નિર્માણનું કામ 2002માં શરુ થયું હતું. સુરક્ષા અને કેટલાક બીજા કારણોસર 2008માં કામ અટકી ગયું હતું. બે વર્ષ પછી 2010માં ફરી કામ શરુ થઇ શકયું હતું. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close