GovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

એક્સપ્રેસ વેના નિર્માણથી દિલ્હીથી મુંબઈની મુસાફરી 24થી ઘટી 13 કલાકની થઈ જશે

The construction of the expressway will reduce the journey from Delhi to Mumbai from 24 hours to 13 hours

સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે ના નિર્માણની કામગીરીના સ્થળની મુલાકાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લઈને નિરીક્ષણ કર્યું હતું. આ એક્સપ્રેસવે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.

ભારતના સૌથી લાંબા 1350 કિ.મી. અને અંદાજે રૂા. 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાંથી 423 કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં મહત્તમ લંબાઈ છે.

ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. આ એકસ્પ્રેસ વે નિર્માણથી મુસાફરીની સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થશે. આ પ્રોજેક્ટ કેન્દ્રના ભારતમાતા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. આ હાઇવેના નિર્માણથી અંદાજિત 320 મિલિયન મિટરથી વધુની વાર્ષિક ઇંધણ બચત થશે. જેનાથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે.

આ હાઇવેથી હાલના NH – 48ની સરખામણીમાં બંને શહેરો વચ્ચેનું મુસાફરી અંતર 132 કિ.મી. ઘટાડશે. DMEની 120 કિમી કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. જે મુસાફરીની સમયને લગભગ 50 ટકા ઘટાડવામાં મદદ કરશે. એક્સપ્રેસવે હાલના NH – 48 પરની ભીડને ઓછી કરશે. અકસ્માતો અને જાનહાનિ માં ઘટાડો થશે. લોજિસ્ટિક ખર્ચ ઘટાડાની સાથે ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સર્વાત્મક બનાવીને મેક-ઇન-ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (DME) બે ભાગમાં વહેંચાયેલો છે
દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે (DVE) અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (VME) પ્રોજેક્ટને કામને વહેલીતકે પૂર્ણ કરવા માટે 13 પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાંથી 9 પેકેજનું સિવિલ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને 2 પેકેટમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

હાલની માળખાકીય સુવિધાઓને પાર કરવા માટે પૂરતી સંખ્યામાં ફ્લાયઓવર, ROBS, મુખ્ય બ્રિજ, નાના પુલો, અંડરપાસ અને કનેક્ટિંગ રોડની દરખાસ્ત કરવામાં આવી છે. દર 75-100 કિલોમીટરના અંતર સુવિધાઓ તેમજ પાર્કિંગ વિસ્તારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ, ફ્યુઅલ સ્ટેશન, ફૂડ કોર્ટ, ધાબા, ઓટો વર્કશોપ, હોટેલ અને કન્વેન્શન સેન્ટર, વેર હાઉસ અને લોજિસ્ટિક જેવી સુવિધાઓ હશે.

પાંચ તાલુકાના 37 ગામમાંથી એક્સપ્રે વે પસાર થાય છે
સુરત જિલ્લામાંથી 55 કિ. મી. VME એકસ્પ્રેસ વજે પસાર થાય છે. માંગરોળ, કામરેજ,માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના 37 ગામમાંથી પસાર થશે. જેના કાર્યથી 5,6 અને 7 એમ ત્રણ પેકેજમાં વહેંચણી કરવામાં આવી છે. જેમાં 5 મડું પેકેજ 7 કિ. મી.,06 પેકેટમાં કિમ માંડવી રોડ ક્રોસ કરીને માંડવી તાલુકા (વીરપોર, રો સવડ અને કરંજ) ગામોમાંથી પસાર થાય છે જેની લંબાઈ 36.93 કિ.મી. છે. સાતમું પેકેજ 11 કિ.મીટર છે.

જિલ્લામાં એનાથી એકસપ્રેસ વે પર એન્ટ્રી તથા એક્ઝિટ
સુરત જિલ્લામાં મોટી નોલી તથા એના ગામે એકસ્પ્રેસ વેની એન્ટ્રી તથા એકઝીટ રાખવામાં આવી છે. મોટી નોલી ખાતે NH-48 સાથે કનેકટીવીટીનો અને એના ખાતે NH-53 સુરત-ધુલિયા સાથે કનેકટ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

6 Comments

  1. Pingback: steenslagfolie
  2. Pingback: poker
  3. Pingback: more here
  4. Pingback: Jaxx Liberty
Back to top button
Close