
અમદાવાદના અગ્રણી અને પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપ દ્વારા સ્થાપિત સંસ્થાએ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં દેશભરમાં નવી દિશા પકડી છે. શિવાલિક ગ્રુપના સ્થાપક ચિત્રક શાહ અને તરલ શાહ એટલે કે, શિવાલિક બ્રધર્સે, માત્ર વ્યવસાય સુધી સીમિત ન રહી, પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રને જ્ઞાન, દૃષ્ટિ અને માર્ગદર્શન આપતી સંસ્થા સ્થાપીને એક ઐતિહાસિક અને પાયોનયર પગલું ભર્યું છે. ભારતમાં પ્રથમ વખત રિયલ એસ્ટેટ સેક્ટરના વ્યવસ્થિત શિક્ષણ અને જાણકારી માટે આ પ્રકારની પહેલ નોંધપાત્ર માનવામાં આવી રહી છે.


આ સંસ્થા માત્ર વ્યવસાયિક વિકાસ પુરતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ પણ છે. ભવિષ્યમાં આ સંસ્થા ભારત માટે એક વિશિષ્ટ ઓળખ ઉભી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને, Gen-Z પેઢીને ધ્યાનમાં રાખીને,આ સંસ્થામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, નવા રિયલ એસ્ટેટ કોન્સેપ્ટ્સ, આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યમુખી વિચારો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રયાસ દ્વારા શિવાલિક સંસ્થા ગુજરાતના ગૌરવનું પ્રતિક બની રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરશે.
શિવાલિક ગ્રુપ દ્વારા આ નિસ્વાર્થ અને નવીન પહેલ સતત પ્રગતિ કરી છે, કે જે, યુવાનોને પ્રેરણા અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આ સંસ્થાના સ્થાપકે આશાવાદ વ્યક્ત કર્યો છે.

ક્ષેત્રમાં વ્યવસ્થિત તાલીમ આપવાનો ઉમદો પ્રયાસ
વર્તમાન રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિવિધ પ્રકારના ફેરફારો અને નવીન ટેક્નોલોજી તેમજ વિવિધ કાયદાઓ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રસ્થાપિત થયા છે. આ ઉપરાંત, RERA અમલીકરણ, કડક કાયદાકીય નિયમો, ડિજિટલ માર્કેટિંગ, ગ્રાહક જાગૃતિ અને પારદર્શિતા જેવા મુદ્દાઓને કારણે રિયલ એસ્ટેટ સેક્ટર પર જવાબદારી વધી છે. આવી સ્થિતિમાં તાલીમબદ્ધ, આયોજનબદ્ધ અને જાણકાર રીયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યાવસાયિકોની માંગ વધી રહી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શિવાલિક ઈન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટની સ્થાપના કરી છે, જે રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિવિધ પાસાઓ પર સંકલન કરીને માર્ગદર્શન આપે છે.
શિવાલિક ઈન્સ્ટિટ્યૂટ અભ્યાસક્રમની ખાસિયાતો
આ સંસ્થાનો અભ્યાસક્રમ સંપૂર્ણપણે પ્રેક્ટિકલ અને ઉદ્યોગ કેન્દ્રિત છે. જેમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે.
- રિયલ એસ્ટેટ વ્યવસાયના મૂળ તત્ત્વો
- RERA અને કાયદાકીય જોગવાઈઓ
- જમીન ખરીદી અને દસ્તાવેજીકરણ પ્રક્રિયા
- કન્સ્ટ્રક્શનના મૂળભૂત તત્ત્વો
- રિયલ એસ્ટેટ ફાઇનાન્સ અને રોકાણ વિશ્લેષણ
- સેલ્સ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી
- ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ
- ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન
કોણ લઈ શકે તાલીમ અને કોને મળશે લાભ?
- રિયલ એસ્ટેટ એજન્ટ અને ચેનલ પાર્ટનર્સ
- નવા ઉદ્યોગ સાહસિકો
- ડેવલપર અને બિલ્ડર ટીમ
- સેલ્સ અને માર્કેટિંગ વ્યાવસાયિકો
- મૂડી રોકાણકારો
- રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવા વર્ગ
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



