ITPI અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાઈ, National Town and Country Planners Conference, સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત

ઈન્સ્ટિટ્યૂટ ટાઉન પ્લાનિંગ ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રેસિડેન્ટ, અમદાવાદ શહેરના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર અને ટાઉન પ્લાનર એવા એન. કે. પટેલના નેતૃત્વ હેઠળ, અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઓફ ઈન્ડિયા(ITPI) અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે, 74th National Town and Country Planners Conferenceનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Proactive Regional Planning & Development to Usher Viksit Bharat થીમ પર ત્રિ-દિવસીય સેમિનારનું ઉદ્દઘાટન ગુજરાતના રાજ્ય કક્ષાના શહેરી મંત્રી દર્શના વાઘેલાએ કર્યું હતુ.
6 થી 8 ફ્રેબ્રુઆરી સુધી ચાલનાર આ કોન્ફરન્સમાં દેશભરમાંથી આવેલા ટાઉન પ્લાનર્સ અને ગુજરાત સરકારની અલગ અલગ નોડલ એજન્સીઓના અધિકારીઓના લેક્ચર્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રથમ દિવસે ચીફ ટાઉન પ્લાનર ડી. જે. જાડેજા અને અર્બન પ્લાનર પદ્મશ્રી ડૉ. બિમલ પટેલે, શહેરી વિકાસ અને અર્બન પ્લાનિંગ પર માર્ગદર્શન આપ્યું હતું.

7 ફેબ્રુઆરીના રોજ સવારના સેશનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના સનદી અધિકારી(IAS), AMCના પૂર્વ કમિશનર અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન એવા આઈ.પી. ગૌતમ,IAS (Retd.) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાવેશિક માળખાકીય વિકાસના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત, દેશભરમાંથી આવેલા ટાઉન પ્લાનર્સ અને આર્કીટેક્ટસ્ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં અમદાવાદ શહેર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાનપદ શોભાવી રહ્યું છે, ત્યારે તેમાં કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવા પ્રકારનો માળખાકીય વિકાસ કરવામાં આવશે તો, ગ્લોબલ ઈવેન્ટ કોમનવેલ્થ ગેમ્સમાં સફળ થવાશે તેવા વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઓલ ઈન્ડિયા ટાઉન પ્લાનિંગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ત્રિદિવસીય કોન્ફરન્સમાં સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



