ગુજરાતના તમામ બ્રિજોનું ફરજિયાત નિરીક્ષણ કરીને રિપોર્ટ કરવો જરુરી, નહિંતર ફરી ગંભીરા બ્રિજવાળી થશે.

અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં નિર્માણ પામેલા કેટલાક ફ્લાયઓવર બ્રિજ, કે અંડરપાસ બ્રિજનું સમારકામ અથવા તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જરુરી લાગી રહ્યું છે કે, કારણ કે, 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ કે, જે ટ્રાફિકથી ધમધમતો હતો. તે અંદાજે 25 દિવસ પહેલાં તેમાં મોટી તિરાડ પડતાં, તેની સઘન તપાસ કરીને, અંતે તેમાં બે વધારાની લેન ઉમેરીને પુન નિર્માણ કરવાનો વારો આવ્યો છે.

તો, ગઈકાલે, વાડજ વિસ્તારને જોડતો 14 વર્ષ જૂનો મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજના મધ્ય ભાગમાં રોડનું પડ ઉખડી જવાથી અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જે વાહનચાલકો માટે જીવનું જોખમ સાબિત થઈ શકે છે.
AMCના ઇન્સ્પેક્શન અને કન્સલ્ટન્ટ સામે ઉઠ્યા સવાલો
હાટકેશ્વર બ્રિજનું ભૂત ધૂણ્યા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ- છ મહિના બાદ, અમદાવાદ સહિત ગુજરાત ઘણા જૂના બ્રિજોનું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવ્યું હતું. તો, આવું શા માટે થવું જોઈએ તે મોટો સવાલ છે.

ફ્લાયઓવર બ્રિજની ક્ષમતા કરતાં વધારા ભારણનું ટ્રાફિક વહન પણ જવાબદાર
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, એક બ્રિજ કૉન્ટ્રાક્ટર્સ સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, જ્યારે પણ બ્રિજનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે, તેની એક ચોક્કસ ક્ષમતાને આધારે, બ્રિજની સ્ટ્રક્ચરલ ડીઝાઈન કરવામાં આવતી હોય છે પરંતુ, પાછળથી ટ્રાફિકનું ભારણ તેની ક્ષમતા દસ ગણા વધારો થતો હોય તે છે પરિણામે બ્રિજની જે આયુષ્ય હોય તેના કરતાં વહેલાં તૂટી જાય છે. એટલે અહીં એક સૂચન એવું છે કે, જે બ્રિજ જે વાહનો માટે બન્યો હોય તો, ચોક્કસ તેની જાળવણી થાય. પરંતુ, એવું ક્યારેય થતું નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



