કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે, જાસપુર વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં કર્યું ઈંટદાન, 70 મિનિટમાં 70 કરોડનું દાન

વિશ્વ ઉમિયાધામ જાસપુર દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, VHF Business Network એપ્લિકેશનનું લોન્ચિંગ કરીને, લાખો યુવા બિઝનેસમેન માટે બિઝનેસ કરવા માટેનું ડિઝિટલ પ્લેટફોર્મ ખુલ્લું મૂકયું હતું. આ એપ્લિકેશનમાં 1 લાખ કરતાં પણ વધારે યુવા બિઝનેસમેન જોડાશે. યુવા બિઝનેસ મહાસંમેલનમાં અમેરિકા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાંથી મોટીસંખ્યામાં યુવા ઉદ્યોગસાહસિકો જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જિતુભાઈ વાઘાલી અને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન આર. પી. પટેલના હાજરીમાં 20 હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને આત્મનિર્ભર ભારત નિર્માણ માટેના શપથ લેવડાવ્યા હતા. આ સાથે, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને વિશ્વ રેકોર્ડ સર્જયો છે.
આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી અમિત શાહે, કહ્યું હતું કે, વિશ્વ ઉમિયાધામ સંસ્થાની સ્થાપના લઈને વર્તમાન સુધી હું આ સંસ્થા સાથે રહ્યો છું. જોકે, હું વિશ્વ ઉમિયાધામ સાથે જોડાયો ન હતો પરંતુ, સંસ્થાના ચેરમેન આર.પી. પટેલે ધર્મકાર્ય સમા માં ઉમિયાના મંદિર સાથે મને જોડ્યો છે, જેનો મને આનંદ છે. આ સાથે, શાહે જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયાધામ દ્વારા લોન્ચ કરાયેલી VHF Business Network એપ્લિકેશન દ્વારા લાખો યુવા એકબીજા સાથે બિઝનેસનું આદાન–પ્રદાન કરશે, અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં સહાયરુપ બનશે.

તો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, પ્રાસંગિક ઉદ્દઘાટન સાથે, યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

આર. પી. પટેલે વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે સૌ સનાતનીઓ સહભાગી બને તે માટે વિશ્વભરમાં મારી ઈંટ માના મંદિરે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે માં ઉમિયાના મંદિર નિર્માણમાં ઈંટદાન કરીને, અભિયાનને વેગ આપ્યો છે. તેમ જ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વિવિધ શહેરોમાં યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘Bank for Business’ શરુ કરવામાં આવશે. વધુમાં પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં દાતાઓએ 70 મિનિટમાં 70 કરોડ કરતાં પણ વધારે દાનનો વરસાદ વરસ્યો હતો તેવી જાહેરાત પણ કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.



