
અમદાવાદના યુનિવર્સિટી સ્થિત GMDC ગ્રાઉન્ડ પર આગામી 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા CREDAI AHMEDABAD GIHED https://www.facebook.com/CREDAIAhmedabad દ્વારા ત્રિ-દિવસીય ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોના કુલ 60 રિયલ એસ્ટેટ ડેવલપર્સના વિવિધ સેગમેન્ટના 400થી વધુ પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવશે. તેમજ હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ અને બેકોએ પ્રોપર્ટીમાં ભાગ લઈ રહ્યા છે. જેથી, મકાન ખરીદનારા લોકોને લોનની સંપૂર્ણ માહિતી મળશે અને તેનું સોલ્યૂશન થશે.

35 લાખથી 1 કરોડ રૂપિયાની રેન્જમાં આ મિલકતો મુખ્યત્વે 200 ફૂટ SP રિંગ રોડને અડીને આવેલા વિસ્તારો જેમ કે શેલા, સાઉથ બોપલ (SoBo), શિલજ, વૈષ્ણોદેવી સર્કલ, સાયન્સ પાર્ક, જુંદાલ, વગેરેમાંથી હશે. વધુમાં, તેમાં નારણપુરા, નવરંગપુરા, સોલા, અડાલજ, ચાંદલોડિયા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થશે – જે પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતના GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડના 20મા એડિશનમાં 45%મિલકતો 35 લાખથી 1 કરોડ રૂપિયાની રેન્જમાં ઓફર કરવામાં આવશે. કારણ કે, અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સ -2030 આયોજન થયું રહ્યું છે ત્યારે, આ પ્રોપર્ટી શો રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરનાર અને પોતાનું ઘર ખરીદનાર લોકો માટે લાભદાયી અને કારગર સાબિત થશે.
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ પ્રમુખ આલાપ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસીય પ્રોપર્ટી ઓલિમ્પિયાડ મુલાકાતીઓને વિવિધ બજેટ અને પસંદગીઓ અનુસાર વિવિધ પ્રોજેક્ટ્સનો અનુભવ કરાવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



