NEWS
ગુજરાત સરકારે કરી 26 IAS અધિકારીઓની બદલી, સંજીવકુમારની મુખ્યમંત્રીના અગ્રસચિવ નિયુક્તિ, તો, અજય કુમાર બન્યા મુખ્યમંત્રીના સચિવ

ગુજરાત સરકારના જનરલ એડ્મિસ્ટ્રીવ ડીપાર્ટમેન્ટ દ્વારા 26 IAS અધિકારીઓને બદલી કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારમાંથી આવેલા ત્રણ સનદી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં મુખ્ય અને મહત્વના વિભાગો અંગે અહીં દર્શાવવામાં આવ્યા છે.
- સંજીવ કુમારની મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે નિયુક્તિ, તેમજ આગામી આદેશો સુધી સરકારના ગૃહ વિભાગના મુખ્ય સચિવ પદનો વધારાનો હવાલો
- ડૉ. વિક્રાંત પાંડેના “મુખ્યમંત્રીના સચિવ”થી બદલીને “મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ” તરીકે નિમણૂંક. તેમજ આગામી આદેશો સુધી સરકાર, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ પદનો વધારાનો હવાલો.
- રાજ્ય સરકારમાં પરત ફર્યા બાદ, અજય કુમારની મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્તિ
- અજય કુમાર, IAS (RR:GJ:2006) આગામી આદેશ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગરના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદે નિમણૂંક
- અરુણકુમાર એમ. સોલંકી ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન, ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ.
- અશ્વિની કુમારની ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ
- રાજ્ય સરકારમાં પરત ફર્યા બાદ, લોચન સેહરા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ,અવંતિકા સિંહની ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC), ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ.
- હરીત શુક્લાની બંદરો અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



