કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે અમદાવાદમાં રમતગમતના મેદાનોનું કર્યું નિરીક્ષણ, યજમાન પદની ચર્ચા

કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ઓફ ગેમ્સ ડેરેન હોલના નેતૃત્વમાં મંગળવારથી અમદાવાદમાં આવેલી કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓની ટીમ અમદાવાદમાં રમતગમતના સ્થળોનું નિરીક્ષણ કરી રહી છે. અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવિત યજમાન છે. આ ટીમ અમદાવાદની ત્રિદિવસીય મુલાકાતે આવેલી છે. આજે તેનો ત્રીજો દિવસ છે. જેથી, આપણે કહી શકીએ કે, કોમનવેલ્થ 20230 ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં આવી શકે તેવી સંભાવના રહેલી છે.

ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે રસ વ્યક્ત કર્યો છે, જેમાં અમદાવાદને યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ દેશે 31 ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં અંતિમ બિડ માટે દરખાસ્તો સબમિટ કરવાની રહેશે. કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં યજમાન દેશનો નિર્ણય લેશે.
“યજમાન પસંદગી ટકાઉપણું, એથ્લેટિક સેન્ટર, પ્રાદેશિક અપીલના સંદર્ભમાં સુગમતા પર આધારિત હશે, યજમાન રાષ્ટ્રોના સંદર્ભમાં સુગમતા હોવી જરૂરી છે,” IOA એક્ઝિક્યુટિવ સભ્ય અને કોમનવેલ્થ સ્પોર્ટ્સની સ્પોર્ટ્સ કમિટીના સભ્ય હરપાલ સિંહે જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-પીટીઆઈ.