GovernmentInfrastructureNEWSPROJECTS

લાર્સન એન્ડ ટુર્બોને 5,64,223 કરોડનો મળ્યો ઓર્ડર, પાણીપતમાં દેશનો પ્રથમ 10,000 ટનનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું કરશે નિર્માણ

ભારત દેશની જાણીતી કન્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુર્બો કંપનીને 5,64,223 કરોડ રુપિયાનો સિવિલ કન્સ્ટ્રક્શન માટે ઓડર મળ્યો છે. સિવીલ કન્સ્ટ્રક્શન માટે IOCL પાણીપત ખાતે ભારતનો પ્રથમ ૧૦,૦૦૦ ટનના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટના નિર્માણ માટે ૨૫ વર્ષનો બુક ઓફ ઓડર મેળવ્યો છે.

જેના પરિણામે, છેલ્લા ત્રણ મહિનામાં, શેરમાં ૬.૩૮ ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૭૫ ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.કંપનીએ ભારતમાં તેના પ્રથમ અને સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની જાહેરાત કર્યા પછી, ૨૧ જુલાઈ, સોમવારના રોજ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના શેરમાં ઊંચો વેપાર થયો. સંપૂર્ણ માલિકીની પેટાકંપની, L&T એનર્જી ગ્રીનટેક લિમિટેડ (LTEG) ને હરિયાણામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) પાણીપત રિફાઇનરીમાં ૧૦,૦૦૦ ટનના વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બનાવવા, માલિકી અને સંચાલન (BOO) કરવાનો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ ૨૫ વર્ષ સુધી ચાલશે, જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને ટેકો આપતી લાંબા ગાળાની વ્યવસ્થા હેઠળ IOCL ને ગ્રીન હાઇડ્રોજન સપ્લાય કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close