દેશમાં સ્વચ્છ શહેર તરીકે અમદાવાદ પ્રથમ ક્રમાંકે, ગાંધીનગર અને સુરતને સ્વચ્છ સુપર લીગનો એવોર્ડ, ઋષિકેશ પટેલ, મેયરે સ્વિકાર્યો એવોર્ડ

આજે રાજધાની નવી દિલ્હી ખાતે, સ્વચ્છ સુપર લીગનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદ શહેરને દેશમાં 10 લાખની વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે, મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને અનુક્રમાંકે, બીજુ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. અમદાવાદ શહેરને દેશમાં સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન તરીકે એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ગુજરાત સરકારના મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને સ્વિકાર્યો હતો.

જ્યારે, સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ એનાયત કરાયો છે, સતત ત્રણ વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર આ બંને શહેરને સુપર લીગમાં એવોર્ડ મળ્યો. જે પૈકી ગાંધીનગરે નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે સુરતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગાંધીનગર સ્વચ્છ સુપર લીગનો એવોર્ડ ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી, અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સ્વીકાર્યા હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સ્ત્રોત- માહિતી ખાતુ, ગાંધીનગર