GovernmentInfrastructureNEWS

AMC ત્રણ પુલો પર લોડ ટેસ્ટ કરશે, 15 વર્ષથી વધુ જૂના 30 પુલોનું વિગતવાર નિરીક્ષણ પણ કરશે

મહીસાગર નદી પરનો ગંભીરા પુલ દુર્ઘટના બાદ, રાજ્ય સરકાર સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળી જાણી છે. અને તાત્કાલિક ધોરણે, અમદાવાદ મ્યુનિસિપલ (AMC) એ સાબરમતી નદી પરના ત્રણ પુલો પર લોડ-બેરિંગ પરીક્ષણો કરવાની યોજના જાહેર કરી છે. વધુમાં, AMC 15 વર્ષ કરતાં વધુ સમય પહેલાં બાંધવામાં આવેલા શહેરમાં 30 પુલોનું વ્યાપક નિરીક્ષણ કરશે. આ સાથે, રાજ્ય સરકારે, રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજની સઘન તપાસ કરાવવી જરુરી છે. હજુય ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં નાના-મોટા બ્રિજ જૂનો છે, જેની તપાસ કરાવવી જરુરી છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે નિરીક્ષણ બે તબક્કામાં કરવામાં આવશે. “પ્રથમ તબક્કામાં, સાબરમતી પર બાંધવામાં આવેલા ત્રણ પુલોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સાથે, અમારી ટેકનિકલ ટીમને 2010 પહેલાં બાંધવામાં આવેલા 30 પુલોનું વ્યાપક નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે,” પરીખે જણાવ્યું હતું. શહેરના બાકીના પુલોનું મૂલ્યાંકન બીજા તબક્કામાં કરવામાં આવશે.

સત્તાવાર માહિતી અનુસાર, 2010 પહેલાં બાંધવામાં આવેલા પુલોમાં સ્વામી વિવેકાનંદ પુલ, કાલુપુર રેલ્વે ઓવરબ્રિજ, સરદાર પટેલ બ્રિજ, નહેરુ બ્રિજ, સુભાષ બ્રિજ અને મહાત્મા ગાંધી બ્રિજનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે વડોદરા જિલ્લામાં ગંભીરા પુલ તૂટી પડવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ ગુમ થયાના અહેવાલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-અમદાવાદ મિરર.

Show More

Related Articles

Back to top button
Close