3000માં 200 ટ્રીપ, દરેક ટોલ બૂથ પડશે રુ.15માં, તમામ વાહનો માટે પાસ નથી, જાણો એન્યૂઅલ ફાસ્ટેગ પાસ સુવિદ્યાની સંપૂર્ણ માહિતી.

કેન્દ્રીય મંત્રી રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ, તેમના એક્સ હેન્ડલ પર ટોલ ટેક્સના નવા નિયમો માટે ફાસ્ટેગ પાસની સુવિદ્યા શરુ કરવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, દરેક ફાસ્ડેગ ધારકો 3000 હજારમાં 200 ટ્રીપ ખરીદી શકે છે. ફાસ્ટેગ પાસ આપવાની શરુઆત 15 ઓગસ્ટ-2025થી શરુ કરવામાં આવશે. ત્યારે આવો જાણીએ શું છે, ટોલ ટેક્સના નવા ફોસ્ટેગના નિયમો.

ગડકરીએ ફાસ્ટેગ વાર્ષિક પાસની જાહેરાત કરતાં તમામ લોકોને તેનો લાભ લેવાની અપીલ કરી છે, અને જણાવ્યું છે કે, જો આપ આ સુવિદ્યાઓ લાભ લેવા માંગતા હોય તો નીચે મુજબના નિયમો જરુરી જાણો અને સમજો.
વર્ષમાં 3,000માં 200 ટ્રીપ
ગડકરીએ જણાવ્યું છે કે, 3000 રુપિયામાં વાહન ચાલકોને વાર્ષિક 200 ટ્રીપ મળશે. આ ટ્રીપ આપ દેશભરના તમામ પ્રકારના એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે ઓથોરિટીના તમામ રોડ પર ઉપયોગ કરી શકશો.
200 ટ્રીપ શું છે.
જો આપ એવું સમજ્યા છો કે, એક વખત વાર્ષિક ફાસ્ટેગ પાસ એક્ટિવ કરાવ્યા બાદ,દેશભરમાં એક શહેરમાંથી બીજા શહેર સુધી એક ટ્રીપ ગણાશે છે, તો એવું નથી. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો આપને એક શહેરમાંથી બીજા શહેરમાં પોતાની પ્રાઈવેટ કાર લઈને જશો ત્યારે, રોડ અંદાજે પાંચ ટોલ બુથ આવે છે, તો તમારી 200 ટ્રીપ પૈકી 5 ટ્રીપ ઓછી થઈ જશે.
પાસ ક્યા પ્રકારના વાહનોને મળશે.
નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, વાર્ષિક ફાસ્ટેગ પાસ દરેક પ્રકારના વાહનો માટે નથી. માત્ર પ્રાઈવેટ વાહનો જેવા કે, જીપ, કાર, એસયુવી કાર, એમપીવી, વાનને જ આ પાસ મળશે. કોઈ પણ વ્યવસાયી વાહનોને આ પાસ મળશે નહીં.
તમામ લોકો માટે પણ આ પાસની જરુરિયાત નથી.
નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, એન્યૂઅલ ફાસ્ટેગ પાસ તમામ લોકોને ખરીદવો જરુરી નથી. જો આપ આપની કાર પર ફાસ્ટેગનો ઉપયોગ કરો છો, પરંતુ, મહિનામાં એક અથવા બે વાર તમે નેશનલ હાઈવે અથવા તો, એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા હોય તો, વાર્ષિક ફાસ્ટેગ પાસ લેશો તો લાભકારક નહી બને.
પાસ ક્યાંથી મળશે.
આ પાસનો ઉપયોગ ફાસ્ટેગથી ઉપયોગ કરી શકાશે. પાસને એક્ટિવ અને રિન્યૂઅલ કરાવવા ભારત સરકારના કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રાલય અંતર્ગતની રાજમાર્ગ યાત્રા એપ, NHAI અને MoRTHની વેબસાઈટ પર અલગ લિંક દ્વારા ઉપલબ્ધ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.