InfrastructureNEWSPROJECTS

ઉત્તરપ્રદેશમાં નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં, 24 કલાકમાં 34.24 કિ.મીનો રોડ નિર્માણ કરીને, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે સર્જયો વિશ્વ રેકોર્ડ

1- પટેલ ઈન્ફ્રા.લિમિટેડે સર્જયો ઝડપી રોડ નિર્માણમાં વિશ્વ રેકોર્ડ

2- 24 કલાકમાં 34.24 કિલોમીટરનો રોડ કર્યો નિર્માણ

3- ઉત્તરપ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

4- હરદોઈ અને ઉન્નાવ વચ્ચે રેકોર્ડબ્રેક સમયમાં બનેલો 6 લેન એક્સપ્રેસવે

5- ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા

દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં યોગદાન આપનારા ઈન્ફ્રા. બિઝનેસ લીડર્સ પૈકી છે પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(PATEL)એ 6 લેન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં સૌથી ઝડપી રોડ નિર્માણ કરવામાં વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને, ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે, જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. નોંધનીય છે કે, ગંગા એક્સપ્રેસવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

24 કલાકમાં 34.24 કિલોમીટરનો ઝડપી રોડ નિર્માણ કરવાના વિશ્વ રેકોર્ડમાં 20,105 મેટ્રિક ટન બિટ્યુમિનસ કોંક્રિટનો ઉપયોગ થયો છે, અને 1,71,210 સ્કેવર મીટર રોડ આવરી લેવામાં આવ્યો છે. આ બધું માત્ર 24 કલાકના નોન-સ્ટોપ ઓપરેશન અને 10 કિમી મેટલ બીમ ક્રેશ બેરિયર ઈન્સ્ટોલેશનમાં અને PATEL સહાયક કંપની ROAD SHIEDL PVT LTD દ્વારા કરવામાં આવ્યું છે. રોડ નિર્માણ ક્ષેત્રની આ વૈશ્વિક સિદ્ધિને ત્રણ મુખ્ય રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર માન્યતા અને પ્રમાણિત કરવામાં આવી છે.

આ વર્લ્ડ રેકોર્ડ UPEIDAના CEO મનોજકુમાર સિંહના વિઝન અને દેખરેખ હેઠળ શક્ય બન્યો હતો. સ્થાનિક રાજ્ય સરકારના સહયોગથી આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય બન્યું છે અને જે પ્રાદેશિક વિકાસ અને રાષ્ટ્રીય જોડાણ માટે પ્રેરણબળ છે.

આ રેકોર્ડ-સ્થાપિત કરવાનો પ્રયાસ પ્રતિષ્ઠિત ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ (ગ્રુપ-3) પર થયો, જે અદાણી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL)નો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) દ્વારા સંચાલિત એક સીમાચિહ્નરૂપ માળખાગત પહેલ છે, જે હરદોઈ અને ઉન્નાવ જિલ્લાઓ વચ્ચે છે.

વર્લ્ડ રેકોર્ડ માટેના રોડ નિર્માણની કામગીરી 17 મે, 2025 ના રોજ સવારે 5:00 વાગ્યે ઝડપથી શરૂ થઈ હતી અને 18 મે, 2025 ના રોજ સવારે 5:00 વાગ્યે પૂર્ણ થઈ હતી, જેમાં એન્જિનિયરો, મશીનરી, સામગ્રી અને કુશળ શ્રમના અત્યંત સંકલિત પ્રયાસનો સમાવેશ થાય છે જે સતત 24 કલાક સુધી એકીકૃત રીતે કામ કરે છે.

પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિડેટના એમડી અરવિંદ પટેલ જણાવે છે કે, આવી સ્મારક સિદ્ધિઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અમને ગર્વ છે. આ માત્ર એક રેકોર્ડ નથી, તે ભારતીય એન્જિનિયરિંગ પ્રતિભા અને અમારી ટીમની અતૂટ ભાવનાનું પ્રતિબિંબ છે.

નોંધનીય છે કે, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(PATEL)એ પહેલાં પણ સૌથી લાંબા કોંક્રિટ એક્સપ્રેસવેના નિર્માણનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જે 2021માં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે સેક્શનમાં સફળતાપૂર્વક બનાવવામાં આવ્યો હતો (જે હજુ સુધી અજેય છે) અને ઘણી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાઓ દ્વારા તેને સત્તાવાર રીતે માન્યતા અને પ્રમાણીકરણ આપવામાં આવ્યું છે.

પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (PATEL) ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક બેન્ચમાર્ક નામ છે, જે હાઈ વે, એક્સપ્રેસવે, પુલ, મેટ્રો સિસ્ટમ્સ, ઈમારતો અને જટિલ સિવિલ બાંધકામ કાર્યો સહિત વિવિધ પ્રોજેક્ટ્સમાં તેની શ્રેષ્ઠતા માટે ઓળખાય છે. 53 વર્ષથી વધુ સમયના સમૃદ્ધ વારસા સાથે, PATEL એ આધુનિક ભારતની કરોડરજ્જુ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close