GovernmentInfrastructureNEWSPROJECTS

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, કાલે ગાંધીનગરમાં વિકાસલક્ષી કામોનાં કરશે લોકાર્પણ-ખાતમુર્હૂત.તો,18મીએ પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું કરશે લોકાર્પણ  

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, આવતીકાલથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. 17 અને 18 જૂન બે દિવસીય દરમિયાન અમદાવાદ શહેરમાં 385.24 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદના બીઆરટીએસ રુટ પર આવેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ 18 જૂના રોજ રવિવારે કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 1199.02 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે, પાટનગર ગાંધીનગરમાં વાવોલમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચ રોડ પર નવનિર્મિત સેક્ટર 21 અને 22 ને જોડતા અન્ડરબ્રિજ, પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોલવડા ખાતે ગામેરવડ તળાવ સહિત ગાંધીનગર મહાનગરપાલિકા અને પોસ્ટ વિભાગના વિવિધ વિકાસલક્ષી કામોનું પણ લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close