ગુજરાત સરકાર જંત્રીના દરમાં ત્રણ વર્ષ માટે, દર વર્ષે 20% નો વધારો કરે તેવી પ્રબળ સંભાવના

ગુજરાત સરકાર જંત્રીના દરમાં એક સાથે વધારો કરવાને બદલે ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે 20 ટકાના દરે ધીમે ધીમે વધારો કરવાનો નિર્ણય લેશે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, આ વાત તો, પહેલાં પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચર્ચિત હતી. આ અંગેનો નિર્ણય ગુજરાત સરકાર એપ્રિલ મહિનામાં લેશે અથવા તો, બે-એક મહિના પછી પણ લે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થાઓ નારેડકો ગુજરાત, ક્રેડાઈ ગાહેડ-ગુજરાત, ગાંધીનગર ક્રેડાઈ અને સુરત ક્રેડાઈ જેવી સંસ્થાના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જંત્રીના દરોમાં કરેલા ધરખમ વધારામાં સુધારા કરીને સૌને સોપાય તેવા કરવાની રજૂઆતો કરી હતી. જેના પગલે આ નિર્ણય લેવાયો હશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર પાડોશી ભાજપ શાસિત રાજ્ય મહારાષ્ટ્ર સરકારનું જંત્રી મોડેલ અપનાવે તેવું લાગી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.