109 કિ.મી.ના અમદાવાદ-ધોલેરા સર હાઈ સ્પીડ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 80 ટકા પૂર્ણ- બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન

ગુજરાતના આર્થિકનગર અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે નિર્માણ પામી રહેલા ગ્રીનફિલ્ડ ધોલેરા સરની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અને ધોલેરા સરમાં વિશ્વભરની કંપનીઓએ પોતાના પ્લાન્ટ સ્થાપી રહ્યા છે. જેને લીધે ગુજરાત સહિત દેશના લોકોને રોજગાર મળશે અને આ એક્સપ્રેસ વે વિકસિત ભારત-2047 માટે પિલ્લર સમો રહેશે. ત્યારે, અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે આવેલા ધોલેરા સરને જોડતો અમદાવાદ-ધોલેરા સર સુધીના હાઈ સ્પીડ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 80 ટકા પૂર્ણ થયું ગયું છે અને વર્ષ 2025ના અંત સુધીમાં અમદાવાદના સનાથલ સર્કલથી ધોલેરા સર સુધીનો હાઈ સ્પીડ એક્સપ્રેસ વેનું નિર્માણ પૂર્ણ થઈ જશે.
આ અંગે સચોટતા જાણવા ગુજરાતનું એક માત્ર બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની ટીમે અમદાવાદથી ધોલેરા સર સુધી નિર્માણ પામેલા રોડની જાત નિરીક્ષણ કર્યું, તેમાં અમને સચોટ માહિતી મળી છે કે, અમદાવાદ-ધોલેરા સરનો એકસપ્રેસ વેનું નિર્માણ કાર્ય 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આવો જાણીએ બિલ્ટ ઈન્ડિયા ટીમે મુલાકાત દરમિયાન લીધેલા એક નાનકડા વિડીયો દ્વારા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.