HousingInfrastructureNEWS

જાણો- અમદાવાદના મહત્વના એરિયા, કે જ્યાં આપ ખરીદી શકો સારાં મકાનો અને રોકાણ કરીને મેળવી શકો છો ઉત્તમ વળતર.

શું તમે અમદાવાદમાં રહો છો ? અને પોતાનું ઘર શોધી રહ્યા છે. અથવા તો, પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છી રહ્યા છો. તો આવો રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, આજે આપની માટે અમદાવાદના મહત્વના વિસ્તારોમાં નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટો અંગે માહિતી આપી રહ્યું છે. જેમાંથી આપને ચોક્કસ આપના નવા ઘરનું સરનામું મળી જશે.

અમદાવાદના મહત્વના વિસ્તારો, કે જે સતત વિકસી રહ્યા છે. જેનો ફાયદો અમદાવાદવાસીઓને મળી રહ્યો છે.

  1. અમદાવાદ શહેરમાં આવેલા તમામ રોડમાં સૌથી વ્યસ્ત અને મોડેલ રોડ એસ.જી હાઈવે પરની બંને બાજુ પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને સેગમેન્ટમાં બુસ્ટ અપ જોવા મળી રહ્યો છે. જેમાં થલતેજ, હેબતપુર, સાયન્સ સિટી, ગોતા, છારોડી અને વૈષ્ણોદેવી સર્કલ આ તમામ વિસ્તારોમાં બંને સેગમેન્ટ માટે વખણાય અને તેમાં આપને જો રોકાણ કર્યું હશે તો, પણ સારુ વળતર મળશે.

એસ.જી. હાઈવે પર આવેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટની વાત કરીએ તો, વૈષ્ણોદેવી સર્કલથી શરુઆત કરીએ તો, વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રોગોન ગ્રુપનું આઈકોનિક અને હાઈરાઈઝ ટ્વીવન ટાવર નિર્માણ પામી રહ્યું છે. તેની બાજુમાં ટ્રોગોન ગ્રુપનું રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ આવેલો છે. આ બંને પ્રોજેક્ટમાં જો આપ રોકાણ કરવા માંગતા હોય તો પણ આપને આગામી બે વર્ષમાં સારુ વળતર મળશે. અને પ્રિમિયમ ક્લાસ ફ્લેટ ખરીદવા માંગતા હોય તો પણ સારામાં સારુ લોકેશન છે.

શિવાલિક ગ્રુપનો વૈષ્ણોદેવી સર્કલ પર પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. તેમાં પણ આપ રોકાણ કરી શકો છો. આ રીતે એરિષ્ટો ગ્રુપનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ એરિષ્ટો રીગલ પણ વૈષ્ણોદેવી સર્કલ પર નિર્માણ પામી રહ્યો છે. જેમાં પણ આપ અલ્ટ્રા લક્ઝૂરિયલસ ફ્લેટ ખરીદી શકો છો.

આ રીતે વૈષ્ણોદેવી સર્કલથી, કારગીલ પેટ્રોલ પંપ, સોલા સુધીની વાત કરીએ તો, એમ્પાયર્સ ગ્રુપ, અરાઈઝ ગ્રુપ, સત્યમેવ ગ્રુપ, શિલ્પ ગ્રુપ, શાલિગ્રામ ગ્રુપ, ટ્રીમોલ્ટ ગ્રુપ, પરવિશ ગ્રુપ અને સ્વર્ણિમ ગ્રુપ આવા તમામ ગ્રુપો પોતાના આઈકોનિક અને હાઈરાઈઝ બિલ્ડિંગ પ્રોજેક્ટ સાથે મીડલ ક્લાસ અને અપર મીડલ ક્લાસ માટે અપાર્ટમેન્ટ નિર્માણ કરી રહ્યા છે.

  • સાઉથ બોપલ માનવ જરુરિયાતની તમામ સુવિદ્યાયુક્ત એરિયા છે. જેમાં ખાસ કરીને કવિશા ગ્રુપ, સાન્વી નિર્માણ ગ્રુપ, વિશ્વનાથ બિલ્ડર્સ ગ્રુપ, સેરિનીટી કાશા, સાન્વી કાશા, સ્વર્ણિમ ગ્રુપ, શાલિગ્રામ ગ્રુપ જેવા મહત્વના રિયલ એસ્ટેટ ગ્રુપો પોતાના અપર મીડલ ક્લાસ માટેના સારા એપાર્ટમેન્ટ નિર્માણ કરી રહ્યા છે.
  • ચાંદખેડામાં સંગાથ ગ્રુપ ખૂબ સક્રિય રીતે ચાંદખેડા વિસ્તારમાં સારામાં સારા રેસિડેન્શિયલ ફ્લેટ નિર્માણ કરે છે. જેમાં ખાસ કરીને સંગાથ ગ્રુપ, તેઓના પ્રોજેક્ટમાં હંમેશા ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરાંત, સોહમ ગ્રુપ અને સમ્પદ ગ્રુપના એપાર્ટમેન્ટ નિર્માણ પામ્યા છે.
  • શેલા-ઘુમામાં સેલડિયા ગ્રુપના સારા એર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ મોટીસંખ્યામાં નિર્માણ પામ્યા છે. આ વિસ્તારમાં પણ જો આપ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોઈ તો, સારુ વળતર મળવાની પ્રબળ શક્યતા છે. કારણ કે, આ વિસ્તાર ગ્રોઈંગ છે. જેમાં આવનારા સમયમાં અનેક નિર્માણો આવશે.
  • થલતેજ એટલે પોશ એરિયા, આ વિસ્તાર રેસિડેન્શિયલ સેગમેન્ટ માટે ઉત્તમ માનવામાં આવે છે.
  • સેટેલાઈટ એરિયા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રીયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ માનવામાં આવે છે.
  • આંબાવાડી એરિયા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ માનવામાં આવે છે અને પોશ વિસ્તારમાં તેની ગણતરી થાય છે.
  • સિંધુ ભવન રોડ એટલે, અમદાવાદ શહેરનો સૌથી મોંઘો રોડ, આ રોડ અમદાવાદની જાણીતી રિટેલ બ્રાન્ડ આવેલી છે. તેમ જ અન્ય કોર્પોરેટ હાઉસ પણ આ વિસ્તારમાં આવેલા છે. એટલે કે, સવા ત્રણ કિલોમીટરની લંબાઈ ધરાવતો સિંધુ ભવન રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં એલિટ અને ધનવાન પરિવારોનું રેસિડેન્શિયલ હબ છે. એટલે આ વિસ્તારમાં ઓફિસ માટે અને રોકાણ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
  • આંબલી-બોપલ રોડ અમદાવાદનો મોઘો રોડ છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપર્સે ગ્રુપે અંદાજે 300 કરોડ રુપિયાની કિંમતવાળા પ્લોટની ખરીદી કરી છે. આ રોડ પર હાઈરાઈઝ બિલ્ડિંગો,કોર્પોરેટ હાઉસો અને હોટેલો આવેલી છે. એટલે કે, આ રોડ રોકાણ માટે ઉત્તમ છે.

અમદાવાદ શહેર ગુજરાતની આર્થિકનગરી છે. કારણ કે, અમદાવાદમાં સમગ્ર ગુજરાતના લોકો સહિત પરપ્રાંતિયો મોટીસંખ્યામાં વસે છે અને પોતાનો વ્યવસાય, ઉદ્યોગ અને વેપાર કરે છે. જેથી, દિવસે દિવસે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ જમીનોના ભાવ આસમાને પહોચ્યા છે. અને પ્રોપર્ટી પણ મોંઘી થઈ ગઈ છે. અને હવે તો, હાઈરાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે. તે જોતાં. અમદાવાદ શહેર આવનારા એક દાયકામાં મુંબઈ જેવું જ બની જશે. અને લોકોનું જીવન ધોરણ ઉચ્ચું આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close