સાબરમતી રિવરફ્રન્ટ પર નેશનલ-ગ્લોબલ રિયલ એસ્ટેટ ટાકૂઈનો સ્કાઈ સ્કેપર્સ બિલ્ડિંગ પ્રોજેક્ટો માટે આવશે.

હવે અમદાવાદ શહેર ગ્લોબલ રિયલ એસ્ટેટ બિઝનેસ પ્લેયર્સનું આગમન થશે. કારણ કે, તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપેમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(SRFDCL) દ્વારા પૂણે, મુંબઈ, બેગ્લોર સહિત આબુ દાબી, દુબઈના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ટાઈકૂનો માટે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા 204.91 હેક્ટરમાં ફેલાયેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર પ્લોટ માટેની તૈયારીઓ હાથ ધરી દીધી છે. કારણ કે, તાજેતરમાં SRFDCL ના અધિકારીઓની ટીમે નેશનલ રિયલ એસ્ટેટ બિઝનેસ પ્લેયર્સ કર્ઝનર ગ્રૂપ, એટલાન્ટિસ પ્રોપર્ટીઝ, સોભા ગ્રૂપ, કે રાહેજા ગ્રુપ, ગોદરેજ પ્રોપર્ટીઝ ગ્રુપ, ઝેન્ડર ગ્રુપ અને લોઢા ગ્રુપ સાથે મુલાકાતો કરી છે.

ઉલ્લેખનીય છે કે,સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે(SRFDCL), 6 સપ્ટેમ્બરના રોજ વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં પ્રી-ઓક્શન એક્ટિવિટીમાં, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે, વિશ્વભરના ટોચના રિયલ એસ્ટેટ બિઝનેસ પ્લેયર્સ અને રોકાણકારોને જોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, SRFDCL અધિકારીઓની ટીમે દુબઈ અને અબુ ધાબીના તાજેતરના પ્રવાસ દરિયાન રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓને મળ્યા હતા. જેમાં ” SRFDCL ટીમ EMAAR ગ્રુપના ગ્રુપ CEOને મળી અને દુબઈ મોલ અને બુર્જ ખલીફા સહિત ડાઉનટાઉન દુબઈની મુલાકાત લીધી. અબુ ધાબીમાં JLL/Landmark ગ્રુપ અને MIRAL ગ્રુપના ગ્રુપ CEO સાથે પણ બેઠકો યોજાઈ હતી.
માર્કેટિંગના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે, SRFDCL સાત વેલ્યુ ઝોનમાંના દરેક માટે સમર્પિત ઑડિયો વિઝ્યૂઅલ ફિલ્મોનું નિર્માણ કરશે, જેમાં જમીનના પાર્સલ અને આસપાસના વિકાસને પ્રકાશિત કરવા માટે ડ્રોન ફૂટેજ દર્શાવવામાં આવશે. “રાજ્ય સરકારે 25 જૂને SRFDCL માટે સ્પેશિયલ લેન્ડ ડિસ્પોઝલ પોલિસી મંજૂર કરી હતી, જે GIFT સિટીના નમૂનારૂપ છે. આ નીતિ વિકાસ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરશે અને વધુ રોકાણ આકર્ષશે તેવી અપેક્ષા છે,” અહેવાલ જણાવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.