HousingNEWS

નારેડકો ગુજરાત દ્વારા અમદાવાદમાં યોજાયો, રિયલ એસ્ટેટ વ્યવસાય પર લાગતા ટેક્સ અંગેનો સેમિનાર

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે, નારેડકો ગુજરાત દ્વારા અમદાવાદમાં રિયલ એસ્ટેટ બિઝનેસ સેક્ટર પર એક પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે સમગ્ર ઈવેન્ટનું સંચાલન કર્યું હતું. નારેડકોના ચેરમેન એન.કે. પટેલ અને કોર કમિટીના મેમ્બરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પરિસંવાદમાં મોટીસંખ્યામાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ, આર્કીટેક્ટ, સિવીલ એન્જીનીયર્સ સહિત અન્ય વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા.  

આ પરિસંવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટેક્સ અને જીએસટીના નિષ્ણાંતો દ્વારા પ્રોપર્ટી ડિજિટલાઈઝેશન, પ્રોપર્ટી ઈન્ડેક્સિંગ બંધ, ટીડીઆર એફએસઆઈ પર જીએસટી, ઈન્કમટેક્સ સર્ચમાં કબૂલવા પર ટેક્સની અસરો, કાયદામાં અધિકારીઓને મળેલા અધિકારો, દસ વર્ષના બદલે છ વર્ષના બ્લોક પીરિયડની જોગવાઈ અને મોટા કોર્પોરેટ રિયલ એસ્ટેટ બિઝનેસમાં આવે તો સ્પર્ધામાં કેવી રીતે ટકી રહેવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિયલ એસ્ટેટ માર્કેટમાં આવનારી નવી પેઢી અંગે ભાવિ તકો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે, નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, હજુ આવનારા પાંચ વર્ષમાં અમદાવાદમાં 15 હજાર જેટલા મકાનો નિર્માણ પામશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં જે રીતે રિયલ એસ્ટેટ માર્કેટમાં હિલચાલ જોવા મળી રહી છે તે જોતાં, રિયલ એસ્ટેટ વ્યવસાયનું ભાવિ ઉજ્જવળ છે. તો, રિયલ એસ્ટેટ ડેવલપર અને જાણીતા સીએ વીવી પટેલે જણાવ્યું હતું કે, હાલ અમદાવાદમાં રિયલ એસ્ટેટ માર્કેટ સેક્ટર અનઓર્ગેનાઈઝ છે પરંતુ, જો તેને ઓર્ગેનાઈઝન કરવામાં આવે તો, ચોક્કસપણે અમદાવાદમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં નેશનલ પ્લેયર્સ તૈયાર થાય અને લિસ્ટટેડ કંપનીઓની રચના કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close