Civil EngineeringGovernmentInfrastructureNEWSPROJECTS

ઈન્ફ્રા. પ્રોજેક્ટની ઉચ્ચત્તમ ગુણવત્તા, સમયમર્યાદા સુનિશ્વિત કરવા NHAIએ, DPR સેલની કરી સ્થાપના, 40 નિષ્ણાંતોનો સમાવેશ

દેશભરમાં મોટીસંખ્યામાં નિર્માણ પામી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્, હાઈવે, રોડ અને બ્રિજનું નિરીક્ષણ અને સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે, તેનું ધ્યાન રાખવું અનિવાર્ય બની ગયું છે. ત્યારે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટના નિર્માણમાં ઉચ્ચતમ બાંધકામની ગુણવત્તાના ધોરણો, કેવી રીતે ઈકોગ્રીનનો ઉપયોગ કરીને ખર્ચમાં ઘટાડો કરવો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણતા સુનિશ્વિત કરવા,(NHAI)એ નવી દિલ્હીમાં NHAI હેડક્વાર્ટર ખાતે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) સેલની સ્થાપના કરી છે.

FILE PICTURE

આ સેલ નિષ્ણાંત ઈનપુટ્સ પ્રદાન કરશે અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ માટે ડીપીઆરનું એન્ડ-ટુ-એન્ડ મોનિટરિંગ સક્ષમ કરશે. આ સેલ ડીપીઆરની સમીક્ષા પદ્ધતિમાં એકરૂપતા લાવવામાં મદદ કરશે અને સુનિશ્ચિત કરશે કે પ્રોજેક્ટના અમલીકરણ પહેલાં ગુણવત્તાયુક્ત ડીપીઆર તૈયાર કરવામાં આવે અને તેની સમીક્ષા કરવામાં આવશે.

FILE PICTURE

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે ડીપીઆર એક આવશ્યક ઘટક છે. અને તેમાં પ્રોજેક્ટ સંબંધિત વિવિધ સર્વેક્ષણો, તપાસ અને ડિઝાઈનનો સમાવેશ થાય છે. DPR સેલ IRC સ્પષ્ટિકરણો અને ધોરણો અનુસાર તમામ હાઈવે ઘટકો (હાઈવે અને સ્ટ્રક્ચર્સ) માટે વિવિધ પરિમાણોને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ કરશે.

DPR સેલમાં લગભગ 40 વ્યાવસાયિકોની એક ટીમ બનાવવામાં આવશે. જેમાં મુખ્ય DPR નિષ્ણાંતો અને માર્ગ સલામતી, ટ્રાફિક, જમીન સંપાદન, બ્રિજ, ટનલ, જીઓટેકનિકલ નિષ્ણાતો, વરિષ્ઠ હાઈવે નિષ્ણાતો અને વન નિષ્ણાતો માટેના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવશે.

આ નિષ્ણાંતોની ટીમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ સંબંધિત બીડ દસ્તાવેજો અને તકનિકી સમયપત્રકનો પણ અભ્યાસ કરશે. અને ડિઝાઈન સુવિધાઓના આધારે ખર્ચ અંદાજ આપશે. તે પૂર્વ-નિર્માણ પ્રવૃત્તિઓના આયોજનમાં અને હાઈવે ઇન્ફોર્મેશન મોડલ સોફ્ટવેર (HIMS) સાથે પ્રોજેક્ટને સામેલ કરવામાં પણ મદદ કરશે. સેલના અધિકારીઓ ડીપીઆર/ડિઝાઈન કન્સલ્ટન્ટ્સ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તોનું મૂલ્યાંકન કરવા માટે સાઈટની મુલાકાત લેશે અને પ્રોજેક્ટને સંબંધિત ડીપીઆરમાં ગુણવત્તા આઉટપુટ વધારવા માટે નવીન પ્રેક્ટિસ સૂચવશે.

DPR સેલ સચોટ અહેવાલો તૈયાર કરવામાં મદદ કરશે જે વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસને સક્ષમ બનાવશે અને રાષ્ટ્રના વિકાસમાં વધુ યોગદાન આપશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- પીઆઈબી.

Show More

Related Articles

Back to top button
Close