અધિકારીઓના માનસિક ત્રાસથી, કનુભાઈ પટેલના નામના કોન્ટ્રાક્ટરે આત્માહત્યા કરી, GCA એ સરકાર સામે કડક પગલાં લેવાની માંગ કરી.
કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટર, એ દેશમાં બીજા ક્રમાંકે રોજગાર આપનાર સેક્ટર છે, ત્યારે આવા મહત્વના સેક્ટરમાં કામ કરતી કંપનીઓને પરેશાન કરતા અધિકારીઓએ માજા મૂકી દીધી છે. આવી જ ઘટના તા. 15 જૂનના રોજ કનુભાઈ પટેલના નામના એક કોન્ટ્રાક્ટર સાથે બની છે. કનુભાઈ પટેલે 15 જૂન-2024ના રોજ સરકારી અધિકારીઓના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી હતી. કનુભાઈ પટેલ સાથે ઘટેલી ઘટના એ ખરેખર ખૂબ જ દુ:ખ ઘટના કહેવાય. જેના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને આજે પાટનગર ગાંધીનગરમાં શ્રદ્ધાજંલિ કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ગુજરાતભરમાંથી આવેલા કોન્ટ્રાક્ટર્સ મોટીસંખ્યામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
આ સાથે, ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરવિંદ પટેલ સહિત કમિટી સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાનૂની પગલાં લેવાની માંગ પણ કરી છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાયો છે.
નોંધનીય છે કે, અધિકારીઓનો આટલો મોટો ત્રાસ થઈ ગયો કે, એક કોન્ટ્રાક્ટરનો જીવ લઈ લીધો. આ ઘટના ખરેખર ગુજરાત સહિત સમગ્ર દેશ માટે નિંદનીય છે. જેથી, આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જરુરી છે તેવી માંગ ગુજરાતભના કોન્ટ્રાક્ટર્સમાં ઉઠી છે. અને આત્મહત્યા કરનાર કનુભાઈ પટેલના પરિવારને ન્યાય અપાવવા માટે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન કટિબદ્ધ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.