NEWSVIDEO

જૂઓ-વિડીયો, રાજકોટ ગેમ્સ ઝોન આગ ઘટના પછી, મુખ્યમંત્રીએ કહ્યું કે,ઘટનામાં કયાંક આપણી ભૂલ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગર પાલિકાઓને વિકાસ માટેના ચેક વિતરણ કાર્યક્રમ દરમિયાન, રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાને અત્યંત દુખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,આટલું બધુ કામ કરીએ છીએ, છતાં આપણી ભૂલ થાય છે તો તે કેવી રીતે થાય છે તેનું ભારે હદયે મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આવી ભૂલમાં કોઈ જ સમાધાન કરવામાં આવશે પછી તે અધિકારી હોય કે પદાઅધિકારી, તો જ આવી ભૂલમાંથી બહાર નીકળાશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગેમ્સ ઝોન માટેની SOP બનાવી છે,તેમાં પ્રજાનાં પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ આગ ઘટના બાદ, જણાવ્યું કે, આપણી ક્યાંક ભૂલ છે, તેનો વિડીયો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શહેરોનો સર્વાંગી વિકાસ સાધવા માટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ કુલ ₹ 2111 કરોડની રકમના ચેકનું વિતરણ કર્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close