HousingNEWSOthers

કવિશા ગ્રુપે અમદાવાદના ડૉક્ટર્સ એસો. માટે આયોજિત કરી ક્રિકેટ ટુર્નામેન્ટ, 10 દિવસ ચાલશે ટુર્નામેન્ટ

અમદાવાદના શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કંઈક નવું કરે તેવા હેતુથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃતિઓ કરે છે.દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે “કવિશા પ્રીમિયર લીગ”નું આયોજન કરતું હતું, પરંતુ આ વર્ષે સમાજને કંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોશિએશન (AMA) સાથે મળીને કવિશા-એએમએ કપ 2024નું આયોજન કર્યું છે. જેનો ગઈકાલે એટલે કે, 20 મે-2024થી પારંભ કરાવ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 10 દિવસ સુધી ચાલશે અને જેમાં 12 ટીમ સહભાગી બની છે. જેમાં દરેક પ્લેયર વ્યવસાયે ડોક્ટર છે. આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલા એમ.કે. પાર્ટી લૉન & પ્લેગ્રાઉન્ડ ખાતે છે. આ અંગે કવિશા ગ્રુપના એમડી પાર્થ પટેલે જણાવ્યું હતું કે, “કવિશા ગ્રુપ આ પ્રકારની ટુર્નામેન્ટ કરતું રહેશે. આવનાર ભવિષ્યમાં અલગ અલગ એસોસિયેશન અને કોમ્યુનિટી સાથે મળીને અમે વિવિધ આયોજનો કરીશું અને સમાજમાં કોમ્યુનિટી બિલ્ડ અપ કરવામાં અમારું અભૂતપૂર્વ યોગદાન આપીશું.”

ડૉક્ટર્સ દિવસ-રાત જોયા વિના હંમેશા દર્દીની સેવામાં ખડેપગે રહે છે અને તેમના સ્વાસ્થ્ય તથા આનંદને ધ્યાનમાં રાખીને કવિશા ગ્રુપે આ અનોખી પહેલ કરી છે. જેમાં ડૉક્ટર્સ તથા મેડિકલ સ્ટુડેંટ્સ પણ સામેલ થયા છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 ઓવરની મેચ હશે. આ 12 ટીમમાં લાઈફલાઈન લાયન્સ, સ્ટેલિયન, ગોલ્ડન મેવેરિક્સ, બૂમ ઇલેવન, અદિતિ એવેન્જરસ, રાઇઝિંગ રેંજર્સ, ઇન્વિનસીબલ, ધ કિલિંગ મશીન, આઇએસસીસીએમ સુપર કિંગ્સ, બીજે બ્લાસ્ટર્સ, ઓલિમ્પિયન સ્પોર્ટ્સ વગરેનો સમાવેશ થાય છે. આ ક્રિકેટ ટુર્નમેન્ટની ફાઈનલ 29મી મેના રોજ યોજાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close