HousingNEWS

વર્ષ-2024-26 માટે ARAની નવી ટીમની વરણી, પ્રેસિડેન્ટ તરીકે ઉર્મિલ પટેલ, VP તરીકે કમલ વાટલિયા, ધવલ ઠક્કર અને જિગ્નેશ પટેલની નિમણૂંક

તાજેતરમાં અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશન(ARA)ના વર્ષ-2024-26ના સમયગાળા માટેની નવી કમિટીના સભ્યોશ્રીની વરણી કરવામાં આવી છે. જેમાં ઉર્મિલ પટેલને અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. જ્યારે, અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એવા કમલ વાટલિયાને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરાયા છે. આ ઉપરાંત, ધવલ ઠક્કર અને જિગ્નેશ પટેલની પણ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે. તો, (ARA)ના સેક્રેટરી તરીકે ધ્વનિ શાહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દેવેન ડગલીની વરણી કરવામાં આવી છે. તેમજ  સંસ્થાના નાણાંકીય વહીવટીકર્તા તરીકે સમીર શાહની નિમણૂંક કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં રહેલા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટસના સવાલો અને રિયલ એસ્ટેટ માર્કેટની પળેપળની માહિતી અને અપડેટ સહિત દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં મહત્વની ભુમિકા ભજવતી સંસ્થા નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ-ઈન્ડિયા(NAR) છે. જેની સાથે અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશન(ARA) જોડાયેલી છે.  

બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, ARAના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયેલા કમલ વાટલિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશનની શરુઆત 2009થી થઈ હતી. કે જે નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ-ઈન્ડિયા સંસ્થા સાથે 15 વર્ષથી કાર્યરત છે. અમારી સંસ્થા અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટના નવા અપડેટસ્ અને નવા ડેવલપમેન્ટમાં મહત્વ રોલ ધરાવે છે તેવું ARAના વાઈસ પ્રેસિડેન્ટ કમલ વાટલિયાએ જણાવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close