રોડમેન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, નાગપુરથી લડશે લોકસભા
રાષ્ટ્ર ભક્ત, દેશ પ્રેમી, ઈનોવેટિવ, નિખાલસ અને ડાઉન ટુ અર્થ(જમીની) રાજનેતા અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં શ્રેષ્ઠ નિર્માણો કરવામાં માહિર એવા નિતીન ગડકરીને નાગપુરથી લોકસભા ટિકીટ ભારતીય જનતા પાર્ટીએ આપીને, દેશના વિકાસને ચાર ચાંદ લગાવી દીધા છે. કારણ કે, છેલ્લા 9 વર્ષમાં નિતીન ગડકરીએ ઈન્ફ્રા અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં જે કામો અને નિર્માણ કર્યા છે જે ખરેખર પ્રશંસનીય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરાટ વિઝન અંતર્ગત કામ કરનાર કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ભારત દેશના ઈતિહાસમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં શ્રેષ્ઠ કામગીરી અને સર્જનાત્મક નેશનલ હાઈવે, રોડ, દરિયાઈ બ્રિજ, ફ્લાયઓવર બ્રીજ હોય કે પછી અંડર પાસ બ્રિજ હોય, તમામ પ્રકારના પડકારરુપ નિર્માણોને સરળતાથી સમયમર્યાદામાં પૂર્ણ કરીને, દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે તેમાં નિતીન ગડકરીનું નામ ન હતું. ત્યારે, દેશભરમાં એક ચર્ચાએ જોર પકડ્યુ હતું કે, ભાજપા હાઈ કમાન્ડે નિતીન ગડકરીને સાઈડ લાઈન કર્યા છે. વળી, મહારાષ્ટ્રના એક રાજનેતાએ તો, એટલા સુધી કહી દીધું કે, ભાજપા નિતીન ગડકરીનું અપમાન કરી રહ્યું છે. જેથી, નિતીન ગડકરીએ અમારા પક્ષમાં સામિલ થઈ જવું જોઈએ અને દેશની સેવા કરો. પરંતુ, અંતે 13 માર્ચ-2024ના રોજ ભાજપાએ જાહેર કરેલી લોકસભા ઉમેદવારી યાદીમાં નિતીન ગડકરીને રિપીટ કરીને લોકસભા ટિકીટને આપીને બધાની બોલતી બંધ કરી દીધી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.