અમદાવાદમાં યોજાયો BAIનો સેમિનાર, હાઈરાઈઝ બિલ્ડિંગ ટેક્નોલોજી અંગે કરાઈ ડિબેટ
અમદાવાદમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(BAI)ના વેસ્ટર્ન રિજનના કૉન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ દ્વારા ઝડપી હાઈરાઈઝ કન્સ્ટ્રક્શન અને સિમ્પોઝિયમના મુદ્દાઓ અંગે સેમિનારનું આયોજન થયું હતું. જેમાં વર્સ્ટન ઝોનના ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કૉન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારોના મહત્વ અને ડ્રીમ પ્રોજેક્ટ નિર્માણ કરનાર દેશની પ્રતિષ્ઠિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટના સીએમડી પીએસ પટેલ, મારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સીએમડી અને બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પાસ્ટ પ્રેસિડેન્ટ નિમેશ પટેલ અને બાહોશ પૂર્વ પોલીસ ઓફિસર તરુણ બારોટ સહિત અન્ય બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ સેમિનારનું નેતૃત્વ કેવલ પરીખ હેઠળ કરવામાં આવ્યું હતું.હાલ અમદાવાદ શહેરમાં નિર્માણ પામી રહેલી હાઈ રાઈઝ બિલ્ડિંગ નિર્માણની ટેક્નોલોજી અંગે ડિબેટનું આયોજન કરાયું હતું, જેમાં પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડના સીએમડી પીએસ પટેલ, દીપેશ પંચાલ, ટર્નર્સના વડા એનકે પટેલ જોડાયા હતા અને ચર્ચા-વિચારણા કરી હતી. ટીમ બિલ્ટ ઈન્ડિયા.