GovernmentInfrastructureNEWSPROJECTS
અદાણી ગ્રુપે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરુ કર્યો, 551 MW વીજળી કરશે ઉત્પાદિત
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીનું ઓપરેશન્સ શરૂ કર્યું છે. ગુજરાતના કચ્છના ખાવડામાં બનેલા આ પ્લાન્ટમાં 551 મેગાવોટની ક્ષમતાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘આ કહેતા આનંદ થાય છે કે, અદાણી ગ્રીને 551 મેગાવોટ સોલાર પાવરને સક્રિય કરીને વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીની શરૂ કરી છે.
વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આનાથી 30 GW સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થશે અને લગભગ 1.8 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે. ભારત સરકારનો અંદાજ છે કે તેના પર ઓછામાં ઓછા $2.26 બિલિયનનો ખર્ચ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા