GovernmentInfrastructureNEWS
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝાયદ અલ નાહયાન ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ 100 કરતાં વધુ દેશો પૈકી ચાર દેશના રાષ્ટ્રપ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય દેશોના અલગ અલગ વિભાગના મંત્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વિશ્વભરની અલગ અલગ કંપનીઓના ચેરમેન, એમડી અને સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વાયબ્રન્ટ ગુજરાતમાં અન્ય દેશોની કંપનીઓએ ભારતમાં મૂડીરોકાણ કરવાની જાહેરાતો કરી હતી.જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ભારત દેશના સૌથી ધનિક બિઝનેસ ટાઈકૂન ગૌતમ અદાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં જાહેરાત કરી હતી કે, અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 24 બિલિયન યુએસ ડોલર રોકાણ કરશે અને ગુજરાતમાં 1 લાખ નોકરીઓનું સર્જન કરશે. ગુજરાતના કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક બનાવશે.જેના દ્વારા 30 ગીગાવોટ ગ્રીન વીજળીનું ઉત્પાદન કરશે. વધુમાં અદાણીએ જણાવ્યું હતું કે, આવનારા 10 વર્ષમાં ગ્રીન એનર્જી માટે દેશભરમાં 100 બિલિયન યુએસ ડોલરનું મૂડીરોકાણ કરશે.
- રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ દેશમાં સૌ પ્રથમ અને વર્લ્ડ ક્લાસ કાર્બન ફાયર ફેસિલિટી ગુજરાતના હજીરામાં સ્થાપિત કરશે. જામનગરમાં 5000 એકર જમીનમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્ષ નિર્માણ કરશે. સાથે સાથે આર્ટીફિસિયલ ઈન્ટેલિજેન્સીના જાણકાર ડૉકટર્સ, શિક્ષકો, ખેડૂતો તૈયાર કરીશું.ભારત જ્યારે 2036માં ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં રિલાન્યસ ગ્રુપ ફાઉન્ડેશન સહયોગ આપશે.
- ટાટા ગ્રુપ ચેરમેન એન.ચંદ્રશેખરને જાહેરાત કરી હતી કે, ટાટા ગ્રુપ ધોલેરામાં સેમીકન્ડકટર ફેબનું મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની સ્થાપના 2024માં કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આગામી બે મહિનામાં ગુજરાતના ઓટો હબ સાણંદમાં 20 ગીગાવોટ ધરાવતું લિથિયમ આર્યન સ્ટોરેજ બેટરી બનાવતા પ્લાન્ટ સ્થાપિત કરશે.
- મારુતિ મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશીહીરો સુઝૂકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 35000 કરોડનો બીજો મારુતિ પ્લાન્ટ સ્થાપિત કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2030-31 સુધીમાં 40 લાખ કારનું વાર્ષિક ઉત્પાદન કરશે.
- આર્સોલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે જાહેરાત કરી હતી કે, 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરીંગ કંપની સ્થાપિત કરશે. જે વાર્ષિક 24 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરશે.
- ડચ અને સિંગાપોરની કંપનીઓએ જાહેરાત કરી હતી કે, આગામી ફાયનાન્સિયલ યરમાં 7 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. અને ગિફ્ટ સિટીમાં 2024 પહેલાં આર્ટીફિસિયલ ઈન્ટેલિજેન્સી ડેટા સેન્ટર શરુ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.