ગુજરાત PM10, PM 2.5ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા રાજ્યોમાં 5 ક્રમે – IIT કાનપુર અને IIT દિલ્હીનું સંશોધન
રાજ્યમાં ધૂળના કારણે થતા શ્વસન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યો વધુ છે તેવું આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુર દ્વારા “Fugitive road dust particulate matter emission inventory for India” વિષય પર દેશના 32 શહેરોમાં કરવામાં આવેલા સંયુક્ત સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ભારત દેશમાં ધૂળના રજકણોથી શ્વસન અંગેની અનેક સમસ્યાઓ કે રોગો થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુમાં સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં ધૂળ દ્વારા થતું પ્રદૂષણ મોટાપાયે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધૂળના કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ વ્યાપક છે, અને તાજેતરના અભ્યાસમાં દર્શાવે છે કે, PM10 અને PM2.5ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા ભારતીય રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમાંકે છે.ભારતના પાંચ રાજ્યો, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના કુલ ધૂળ રજકણોના ઉત્સર્જનમાં 60% હિસ્સો ધરાવે છે.
ધૂળ રજકણોનું સૌથી વધુ પ્રમાણમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર થતા નિર્માણકાર્ય અને રોડ-હાઈવે નિર્માણ કરવા દરમિયાન થાય છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં થતી બાંધકામ પ્રવૃતિ અને વાહન વ્યવહારનો ટ્રાફિકના કારણે ધૂળ રજકણો મોટાપાયે ઉડે છે અને જે માનવ શ્વસનમાં આવે છે પરિણામે તેના પર તેની માઠી અસરો થાય છે.
નોંધનીય છે કે, આ પ્રકારની સમસ્યા પર અંકુશ મૂકવા માટે રાજ્ય સરકારની નોડલ એજન્સી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર ગ્રીન ક્લોથ બાંધવાની સૂચના આપી દેવામાં આવી છે, તેના પરિણામે હાલ અમદાવાદના તમામ ડેવલપર્સ દ્વારા સાઈટ ગ્રીન ક્લોથ બાંધવામાં આવ્યું છે. જોકે, કેટલાક ડેવલપર્સનું માનવું છે કે, કન્સ્ટ્રક્શન સાઈટ સિવાય અન્ય ઉદ્યોગો પણ પ્રદૂષણ ફેલાવે છે તો તેમના પર પણ પગલાં લેવાં જોઈએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.