GovernmentInfrastructureNEWSPROJECTS

મહાત્મા મંદિર ખાતે, AMC,GMC અને આઈકોનિક બિલ્ડિંગ નિર્માણકર્તાઓ વચ્ચે થયા MoU

જાન્યુઆરી-2024માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રિ-ઈવેન્ટ રૂપે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ‘Liveable Cities of Tommrrow’સમિટમાં શહેરી વિકાસ સાથે સંકળાયેલા દેશ-વિદેશના અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, જીએમસીના કમિશનર, પૂર્વ એએમસી કમિશનર આઈ.પી. ગૌતમ અને ક્રેડાઈ નેશનલના ઈલેક્ટેડ નેશનલ પ્રેસિડેન્ટ શેખર પટેલ સહિત અમદાવાદ અને ગાંધીનગરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિઝનની પ્રશાંસા કરતાં જણાવ્યું હતું કે, સમય કરતાં આગળનું વિચારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાત સહિત દેશના લોકો માટે આવનારા વર્ષો નહિ પણ દાયકાઓ સુધીની સુવિદ્યાઓનું આયોજન કર્યુ છે.

એક અંદાજ મુજબ, વર્ષ 2036 સુધીમાં ભારતની 40 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. આ સ્થિતિમાં આપણા શહેરોનો વિકાસ ભવિષ્યની જરુરિયાતોને ધ્યાને રાખીને થાય એ જરુરી છે.આથી જ, શહેરીકરણને એક ચેલેન્જ તરીકે નહિ પણ ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે.

હવેના સમયમાં આપણા શહેરોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓના વિકાસની સાથેસાથ શહેરોનો ઈકો-ફ્રેન્ડલી રીતે વિકાસ થાય.આપણા શહેરો લિવેબલ અને લવેબલ બને તે માટે સરકાર આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરના અગ્રણી બિલ્ડર્સ તેમજ મહાનગરપાલિકાઓ વચ્ચે આઈકોનિક બિલ્ડિંગ્સના નિર્માણ માટે MoU સંપન્ન થયા હતા.

આ ઉપરાંત, રાજ્યની ફાયર સેફ્ટી સેવાઓને વધુ સુગમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નિર્મિત ‘Gujarat Fire Safety CoP’ ઈ-પોર્ટલ લોન્ચ કર્યું, તેમજ GIFT city extended zone ના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું વિમોચન કર્યુ હતું. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના લક્ષ્ય સાથે શહેરોના સુઆયોજિત વિકાસ માટે આ સમિટ ખૂબ મહત્ત્વની બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સીએમઓ ફેસબુક

Show More

Related Articles

Back to top button
Close