કચ્છ રણપ્રદેશમાં અદાણી ગ્રુપ બનાવી રહ્યું છે, વિશ્વનો સૌથી મોટો 726sq kmમાં ગ્રીન એનર્જી પાર્ક
અદાણી ગ્રુપ કચ્છના રણપ્રદેશમાં કુલ 726 સ્કેવર કિલોમીટરના વિશાળ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક નિર્માણ કરી રહ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે, આ ગ્રીન એનર્જી દ્વારા અમે 30 ગીગા વોટ વીજળી ઉત્પાદન કરુશું અને 20 લાખ મકાનોને વીજળી પુરુ પાડવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક થકી અમે ભારતભરમાં રિન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં મહત્વ રોલ ભજવી રહ્યા છીએ અને અમે વિશ્વનો સૌથી ગ્રીન એનર્જી પાર્ક નિર્માણ કરવાનો ગર્વ અનુભવી છીએ.
આ ઉપરાંત, ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે, અમારી કર્મભૂમિ મુદ્રાથી 150 કિલોમીટરના અંતરે આ ગ્રીન એનર્જી પાર્ક નિર્માણ થઈ રહ્યો છે. અમે રિન્યૂઅબલ એનર્જી સૌર અને પવન દ્વારા ઉત્પાદન થતી વીજળીની વૈશ્વિક સ્તરીય ઈકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. સોલાર એલાયન્સ અને આત્મનિર્ભર ભારતની પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને, ટકાઉ ઉર્જા તરફની ભારતની સફરમાં કચ્છમાં બની રહેલો ગ્રીન એનર્જી પાર્ક એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.