GovernmentHousingNEWS

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો,નહિંતર 50 લાખથી વધારે પ્રોપર્ટી ખરીદવા પર 20%TDS ભરવા રહો તૈયાર

જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ના કર્યુ હોય તો, કરી દેજો…કારણ કે, જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યુ નહિ હોય તો, તમારે નવી પ્રોપર્ટી ખરીદવા પર 20% TDS ભરવો પડશે એટલે કે,50 લાખ કરતાં વધારે કિંમતની પ્રોપર્ટી ખરીદશો, તો, તમારે 1%ના બદલે 20% TDS ભરવો પડશે. જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યુ હશે તો, 1% ભરવાનો રહેશે.

ભારત સરકારના આવક વેરા વિભાગની જોગવાઈ અનુસાર, આવક વેરા વિભાગમાં તમે ટીડીએસના ભાગરુપે જે ટેક્સ ભરો છો, તે ટીડીએસની ક્રેડિટ માટે ક્લેમ કરી શકો છો. આવક વેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યુ નથી તેવા તમામ પાનકાર્ડ ધારકોને નોટિસ આપવાની શરુ કર્યુ છે અને સૂચવ્યૂં છે કે તમે તમારુ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવો,નહિંતર 20% TDS ભરવા માટે તૈયાર રહો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના જણાવ્યાનુસાર, સેંકડો પ્રોપર્ટી ખરીદનારાઓને આવી નોટિસ મળી છે. કારણ કે, પ્રોપર્ટીના વેચાણકર્તાએ તેમના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી. તેથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે કૉન્ટ્રાક્ટર્સ, બ્રોકર્સ, પ્રોફેશનલ્સ, ઉપરાંત, પ્રોપર્ટી વેચાણ કરનારાઓને સૂચનો આપી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવો.

મોટાભાગના કિસ્સાઓમાં, મિલકત વેચનારનું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે. કારણ કે, તેને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું નથી. તેથી જેનું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય તેવા વિક્રેતા પાસેથી 50 લાખથી વધારે મિલકત ખરીદવા બદલ ટીડીએસ લેણાં ચૂકવવા માટે ખરીદદારોને નોટિસ આપવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close