GovernmentInfrastructureNEWSPROJECTS
ઉત્તરાખંડ: ઉત્તરકાશી જિલ્લામાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડતાં, 36 મજૂરો ફસાયાની આશંકા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડતાં, ટનલમાં 36 મજૂરો ફસાયાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી પ્રસાર થતો યમનોત્રી નેશનલ હાઈવે માટે આ ટનલ નિર્માણ થઈ રહી હતી. વધુમાં સ્થાનિક પોલીસ ઓફિસરે જણાવ્યું છે કે, સિલ્કયારાથી દંદાલગૉવને જોડતી નિર્માણાધીન ટનલમાંથી એક ભાગ પડી ગયો છે,જે અંદાજિત 200 મીટર લંબાઈ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, હાલ તંત્ર દ્વારા ટનલ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવાની રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાઈડ્રોઈલેક્ટ્રોનિક ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ટનલ નિર્માણના કામકાજનું દેખરેખ રાખી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- એએનઆઈ ન્યૂઝ એજન્સી