HousingNEWS

નારેડકો ગુજરાતના ચેરમેન તરીકે એન.કે. પટેલ અને પ્રેસિડેન્ટ તરીકે સુરેશ ડી. પટેલની નિમણૂંક

દેશના રિયલ એસ્ટેટ ડેવલપર્સની જાણીતી સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ સુરેશ ડી. પટેલના નેતૃત્વ હેઠળ 26 ઓક્ટોબર-2023ના રોજ અમદાવાદના લેન્ડમાર્ક પતંગ હોટેલ ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં નારેડકો ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આગામી બે વર્ષ એટલે કે, વર્ષ-2023-2025 માટે નારેડકો ગુજરાતના નવા હોદ્દેદારશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. સન બિલ્ડર્સ ગ્રુપના સીએમડી એન.કે. પટેલની ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ છે. સૂર્યો ગ્રુપ સીએમડી અને સામાજિક અગ્રણી સુરેશ ડી. પટેલની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરાઈ છે.

આ ઉપરાંત, વ્યાપ્તી ગ્રુપના સીએમડી યોગેશ ભાવસારની સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરાઈ છે. તો, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંગાથ ગ્રુપના સીએમડી સંજ્ય જૈન, શિવાલા ગ્રુપના સીએમડી વિરેન્દ્ર પટેલ અને વસાણી ગ્રુપના સીએમડી હરેશ વસાણીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ સંસ્થાના ખજાનચી તરીકે સંકલ્પ ગ્રુપના એમડી રોબિન ગોએન્કા નિમાયા છે, દીપ ગ્રુપના એમડી દીપક પટેલની ઓનેરરી સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. તો જોઈન્ટ સેક્રેટરી તરીકે આમ્રકુંજના એમડી સુનિલ એન. પટવારીની નિમણૂંક સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

આ પ્રસંગે નારેડકો નેશનલના વાઈસ ચેરમેન રાજન બાંદેલકર અને ગુજરાતના નામાંકિત બિલ્ડર્સ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close