ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા પ્રેસિડેન્ટ તરીકે ધ્રુવ પટેલની નિમણૂંક, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ.

ક્રેડાઈ અમદાવાદ ગાહેડ હાઉસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવી ટીમને જાહેર કરવામાં આવી હતી.જેમાં શ્રી અમી ગ્રુપના એમડી ધ્રુવ પટેલે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ નવા પ્રેસિડેન્ટ તરીકેનો વર્ષ 2023-25 સુધીનો પદભાર સંભાળ્યો હતો. પૂર્વ પ્રમુખ તેજશ જોશીએ ધ્રુવ પટેલને વિધિવત પ્રેસિડેન્સી સુપ્રત કરી હતી. આ સાથે ક્રેડાઈ અમદાવાદ ગાહેડમાં ચેરમેનની નવી પોસ્ટની રચના કરવામાં છે. જેના પ્રથમ ચેરમેન તરીકે શિવાલિક ગ્રુપના એમડી ચિત્રક શાહની નિમણૂંક કરવામાં આવી છે અને સેક્રેટરી તરીકે દીપ બિલ્ડર્સ ગ્રુપના એમડી નિલય પટેલ અને સાન્વી નિર્માણ ગ્રુપના એમડી અંકુર દેસાઈને ખજાનચી તરીકે જવાબદારી સોપવામાં આવી છે. આ પ્રસંગે, ક્રેડાઈ નેશનલના ઈલેક્ટેડ નેશનલ પ્રેસિડેન્ટ શેખર પટેલ, સંસ્થાના પૂર્વ પ્રમુખઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



નોંધનીય છે કે, અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર અને શ્રી અમી ગ્રુપના એમડી ધ્રુવ પટેલની 2023 થી 2025 સુધી સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ પ્રમુખ તેજશ જોશીએ, પોતાના બે વર્ષના કાર્યકાળનાં અનુભવો કહ્યા હતા અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તો ક્રેડાઈ નેશનલના ઈલેક્ટેડ નેશનલ પ્રેસિડેન્ટ શેખર પટેલે પણ નવી ટીમને અભિનંદન સાથે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુજરાતના મુખ્યમંત્રીએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, તમારે જ્યાં પણ જરુર હોય ત્યાં અમારી સરકાર તમારી સાથે જ છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઘર નાનું હોય કે મોટું હોય પરંતુ કન્સ્ટ્રક્શન ક્વોલિટી સાથે કોઈ જ કૉમ્પ્રોમાઈઝ ના કરતા અને મકાન ખરીદનારોને સર્વોચ્ચ ગુણવત્તાવાળાં મકાનો આપવાની અપીલ ગુજરાતના તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સને કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.