Civil EngineeringCivil TechnologyConstructionGovernmentNEWSPROJECTS
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ ટીમની સફળતા, 10મહિનામાં બુલેટ ટ્રેનની ટનલ તૈયાર
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટમાં ગુજરાતના વલસાડ જિલ્લા નજીક આવેલા ઝરોલી ગામ પાસેના પર્વતમાંથી ટનલ બનાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત સહિત દેશના વિકાસની ગતિને વેગ આપવાનું કામ સરકાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંદાજે 2026 સુધી બુલેટ ટ્રેન ઓન ટ્રેક થશે તેવું મીડિયાના સૂત્રો જણાવી રહ્યા છે. 508 કિલોમીટરની લંબાઈ ધરાવતી હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક વચ્ચે ફ્લાય ઓવર બ્રીજ, રેલ્વે બ્રીજ, નદી પરના બ્રિજ અને ટનલ પણ નિર્માણ કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.