ધોલેરા સર રોકાણકારોને પોસાય તેવું રોકાણનું ઉત્તમ સ્થળ-વિજય નહેરા, એમડી, ધોલેરા સર

નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત ધોલેરા સર અંગેના વેબિનારમાં રજૂ કરેલી કેટલીક વાતોને ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી કોર્પોરેશનના એમડી વિજય નહેરાએ ધોલેરા સરના ઓફિસિયલી ટ્વિટર હેન્ડલ ધોલેરા સર અંગે જણાવ્યું છે કે, ધોલેરા સર સારીમાં સારી કનેક્ટિવીટી અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, તેમજ ધોલેરા સરમાં દરેક રોકાણકારને પોસાય અને સારામાં સારુ વળતર મળી શકે તેવું ઉત્તમ સ્થળ બન્યું છે.
નોંધનીય છે કે, અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ધોલેરા સર પણ ગિફ્ટ સિટી જેવું બનતા સમય નહીં લાગે. કારણ કે, હાલ જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત ઉપક્રમે ધોલેરા સરમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી રહ્યા છે તે જોતાં આવનારા સવા દાયકામાં ધોલેરા સર ગ્લોબલ ટ્રેડ સેન્ટર બની ગયું હશે. 920 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ધોલેરા સર સિંગાપુરમાં કરતાં પણ મોટું છે, તેમજ હાલ ધોલેરા સરમાં 22 ચોરસ કિલોમીટરમાં એક્ટિવેશન એરિયામાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું છે. આ સાથે ધોલેરા સરની કનેક્ટિવીટી માટે અમદાવાદ-થી-ધોલેરા સર સુધીનો એક્સપ્રેસનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે, આવનારા માર્ચ-2024માં પૂર્ણ થશે તેવું કેન્દ્રીય રોડ-હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ ધોલેરા સરની મુલાકાત દરમિયાન કહ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.