HousingNEWS

કોવિડ બાદ,પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં ધરખમ વધારો,2023માં પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં 98%નો વધારો  

કોવિડ પછી અમદાવાદ શહેરથી 30 થી 40 કિલોમીટરના અંતરે  સેકન્ડ હોમ અથવા વીક એન્ડ હોમ ખરીદવામાં લોકો અને રોકાણકારો રસ દાખવી રહ્યા છે. કોવિડ આવ્યા બાદ, લોકોની રહેણી-કરણી પણ ઘણી અંશે બદલાઈ છે. અને શનિવાર અને રવિવારે વીક એન્ડ હોમમાં જ રોકાવવાનું એક વલણ પણ લોકોમાં વધ્યું છે.પરિણામે, ક્લબ હાઉસ સાથેના વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટની માંગ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.  

ક્રેડાઈ અમદાવાદના જણાવ્યાનુસાર, નાણાંકીય વર્ષ 2022-23 માં કુલ 246 પ્લોટિંગ પ્રોજેક્ટ નિર્માણ પામ્યા છે, જે ગત વર્ષની તુલનામાં 98 ટકા વધારે છે. એટલે કે,વર્ષ 2022-21માં 124 પ્લોટિંગ પ્રોજેક્ટ્સ હતા. સ્ટેમ્પ ડ્યૂટી રજિસ્ટ્રેશનમાંથી સંકલિત કરાયેલા ડેટા અનુસાર, 2020-21માં 2.04 લાખની સામે નાણાકીય વર્ષ 2023માં ગુજરાતમાં લગભગ 3.3 લાખ પ્લોટ દસ્તાવેજો નોંધાયા હતા. નોંધાયેલા દસ્તાવેજોની કિંમત પણ 92,033 કરોડ રૂપિયાથી વધીને 93,796 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ક્રેડાઈના જણાવ્યાનુસાર, પ્લોટિંગ પ્રોજેક્ટ્સનું બજાર મૂલ્ય નાણાકીય વર્ષ 2022માં 93% અને નાણાકીય વર્ષ 2023માં 34% વધ્યું છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાનુસાર, 2020-21 અને2021-22માં રોકાણ કરનારા મોટાભાગના લોકો તેમના રોકાણમાં સારુ વળતર મેળવી રહ્યા છે.  

ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી વિરલ શાહે જણાવ્યું છે કે, “કોવિડ-19 બાદથી પ્રોપર્ટીની માંગમાં પરિવર્તન આવ્યું છે. લોકો વધુ સારી જીવનશૈલી જીવવા અને શહેરની ભીડથી દૂર રહેવામાં માંગ વધી છે પરિણામે,ક્લબ હાઉસ સાથેની સારી સુવિદ્યાઓ ધરાવતા પ્લોટિંગ પ્રોજેક્ટની માંગ વધવા લાગી છે.

અમદાવાદ શહેરની બહારના વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો નથી પરંતુ 500 ચોરસ યાર્ડ અને 5,000 ચોરસ યાર્ડ વચ્ચેના પ્લોટમાં નોંધપાત્ર રોકાણ પણ થયું છે અને માંગમાં વધારો થયો છે. જો કે, સમય જતાં, પસંદગી બદલાઈ ગઈ છે, ખરીદનારા માત્ર સારી રીતે વિકસિત પ્લોટવાળી યોજનાઓ પસંદ કરે છે. 

અમદાવાદના નામાંકિત એ. શ્રીધર ગ્રુપના એમડી સર્વિલ શ્રીધર જણાવી રહ્યા છે કે, અમદાવાદના આઉટસ્કર્ટ એરિયામાં વીક એન્ડ હોમની માંગમાં વધારો થયો છે અને દરેક વ્યકિતના મનમાં એવું હોય છે કે, મારે અમદાવાદથી દૂર એક વીક એન્ડ હોમ હોવું જોઈએ આ પ્રકારના વલણને કારણ કે પ્લોટિંગ પ્રોજેક્ટની માંગ વધી છે. વધુમાં સર્વિલ શ્રીધરે જણાવ્યું છે કે, અમારુ ગ્રુપ 2021માં જ વીક એન્ડ હોમ્સ ડેવલપ કરવાની શરુઆત કરી અને અત્યારે અમારા ગ્રુપના 900 વીક એન્ડ હોમ્સ નિર્માણાધીન છે.

ઉલ્લેખનીય છે કે, રેરા રજિસ્ટ્રેશનમાં આવતા નથી અને નોન પ્લાનિંગ એરિયામાં હોવાથી ખેતીની જમીનને બિનખેતી રુપાંતરિત કરીને પ્લાન પાસ કરાવીને પ્લોટિંગ પ્રોજેક્ટ મૂકવામાં આવી રહ્યા છે. હાલ આ પ્રકારના પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, અને વડોદરા, નડિયાદની આસપાસ, બેચરાજીના કેટલાક વિસ્તારો, દશાડા અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં, કડી કેનાલની આસપાસ જેવા વિસ્તારોમાં પ્લોટિંગ પ્રોજેક્ટની ભરમાર છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close