ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટે રિયલ એસ્ટેટ સોદાઓએ 2022-23માં એક નવો વિક્રમ બનાવ્યો છે. 2022-23ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં 8.4 લાખ કરોડના રિયલ એસ્ટેટ સોદાઓ થયા છે.
ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલ 2023 થી ગુજરાતમાં વાર્ષિક સ્ટેટમેન્ટ ઓફ રેટ(ASR) અથવા જંત્રીમાં વધારાને પગલે કોઈપણ વધારાની ચુકવણી ટાળવા માટેના ધસારોને કારણે નાણાંકીય વર્ષ 2022- 23માં મિકલત વ્યવહારોના મૂલ્યમાં 84 ટકાનો વધારો નોંધાયો છે.
ક્રેડાઈ અમદાવાદ દ્વારા ગણતરી કરાયેલા સ્ટેમ્પ ડ્યૂટી ડેટા અનુસાર, ગુજરાતે 2022ના નાણાંકીય વર્ષમાં 4.59 લાખ કરોડની તુલનાએ ચાલુ વર્ષમાં 8.4 લાખ કરોડના મિલકતો વ્યવહારો જોવા મળ્યા છે. નોંધનીય છે કે, કોવિડ પહેલાં વર્ષ 2019-20માં ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં મિલકતોના વ્યવહારો કુલ 6.3 લાખ કરોડ થયા હતા. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઔદ્યોગિક જમીન, ખેતી અને બિન ખેતી જમીન, રિસેલ ડીલનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા