GovernmentHousingInfrastructureNEWSPROJECTS
ફેબ્રુઆરી-2024 સુધીમાં તૈયાર થઈ જશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, દિલ્હીથી મુંબઈ પહોંચતાં લાગશે 12 કલાક
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ આજે આજતક કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય ફેબ્રઆરી-2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. અને મુસાફરો દિલ્હીથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી માત્ર 12 કલાકમાં જ પહોંચી શકશે.
દેશમાં વધતા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં 65 હજાર કિલોમીટરની લંબાઈ ધરાવતા રોડ નેટવર્ક છે. આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રોડ બનાવી રહ્યા છીએ. અને કેન્દ્ર સરકારે દરેક હાઈવે અને એક્સપ્રેસ વેમાંથી પૈસાની બચત કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.